મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન


SHARE







મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન

બેલા-ભરતનગર સ્થિત શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મુકામે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહામંડલેશ્વર પૂજ્ય માઁ કનકેશ્વરી દેવીજીના પાવન સાન્નિધ્યમાં યોજાનાર આ મહોત્સવમાં ભક્તો માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક આનંદનો સુમેળ સર્જાશે.

ધાર્મિક, શૈક્ષણિક, આધ્યાત્મિક તેમજ ગૌસેવા જેવી અનેકવિધ સેવાઓ માટે પ્રખ્યાત હરિહરધામ ખાતે તા. 01 એપ્રિલ 2026, બુધવારે વિવિધ કાર્યક્રમો યોજાશે. સવારે 9:00 કલાકે અખંડ રામધૂનનો પ્રારંભ થશે, ત્યારબાદ બપોરે 12:00 કલાકે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે. રાત્રે 9:30 ક્લાકે સંતવાણી અને ડાયરા કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને લોકસાહિત્યકાર સાંઈરામ દવે તથા વિખ્યાત ભજનિક દેવ ભટ્ટ ગ્રૂપ દ્વારા ભક્તિમય રજૂઆતો કરવામાં આવશે, જે ભક્તોને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરાવશે.આ ભવ્ય ઉજવણીમાં સહભાગી થવા માટે શ્રી ખોખરા હનુમાન હરિહરધામ સેવા સમિતિ દ્વારા સર્વે ભક્તજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News