મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી


SHARE







મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી

મોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા સંયુક્ત રીતે સમગ્ર વિશ્વને અહિંસાનો સંદેશ આપનાર પરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક ૨૬૨૪ ની ઉજવણી થઈ રહી છે.ત્યારે પૂ.ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં ગઈ તા. ૨૯-૩ ને રવિવારે "સપના સોહામણાં વીરના વધામણાં" કાર્યક્રમમાં ૧૪ સ્વપ્નાની ઉછામણીમાં દાન દાતાઓ વરસી પડ્યા અને ૧૬ લાખ ૧૬ હજાર રૂપિયાની ઉછામણીની રકમ એકઠી થઈ.આવો પ્રસંગ આવો ઉમંગ શ્રી સ્થા.જૈન સંઘ સોનીબજારમાં પહેલી જ વાર થયો તેમાં આચાર્ય ભાવગુરુદેવનું પુણ્ય કામ કરી ગયું તેમ દરેકની ધારણાં છે.

તા.૩૧ મંગળવારે દરબારગઢથી ભવ્ય શોભાયાત્રા ચાંદીના રથમાં તથા ૧૪ સ્વપ્ન રત્ન સાથે જૈન બેન્ડ ગ્રુપ વાજતે ગાજતે પ્રભુ મહાવીર સ્વામીની મોટી છબી અને બગીઑ ફ્લોટ સાથે દરેક જૈનસંઘ, મંડળો સ્વયં સેવકો તથા વિશાળ સંખ્યામાં જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ શોભાયાત્રામાં જોડાશે.નાની બાળાઓ દ્વારા માથે કળશ તથા બાળકો હાથમાં ધર્મધ્વજ લઈ નીકળશે ત્યાં લાઇવ રંગોળી તથા લકી ડ્રો ના કુપન તથા પ્રભાવના કરવામાં આવશે.આ શોભાયાત્રા દરબારગઢ દેરાસરજીથી પ્રયાણ કરી ગ્રીન ચોક, નેહરૂગેટ, સાવસર પ્લોટ, વસંત પ્લોટ થઈ બોયઝ હાઈસ્કૂલ ખાતે ધર્મ સભામાં ફેરવાય જશે.દરમિયાન રસ્તામાં સરબત, છાશ, ઠંડા પાણી તથા ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ હોઈ.આ પ્રસંગે ગચ્છાધિપતિ પૂજ્ય ભાવચંદ્રજી સ્વામી " મારા મનના મહાવીર, મારા મન માં મહાવીર" વિષય પર મંગલ પ્રવચન આપશે.દરમિયાન ગઈ કાલે ૫૫૩ આયંબિલની ઓળી પણ પહેલી જ વખત થઈ  છે.શોભાયાત્રામાં મોરબીના તમામ જૈન બંધુઓ અડધો દિવસ વ્યાપાર ધંધા બંધ રાખી જોડાશે તેમ એક યાદીમાં જણાવેલ છે.






Latest News