મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયાનુ હાર્ટ એટેકથી નિધન થયું હતું ત્યારબાદ ગઈકાલે મોરબીના રવાપર ગામ પાસે આવેલ દ્વારકાધીશ પાર્ટી પ્લોટ ખાતે તેમનું બેસણું રાખવામાં આવ્યું હતું તેની સાથે રક્તદાન કેમ્પનું ચિખલિયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. મોરબીમાં આવેલ સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી ચીખલીયા પરિવાર દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં 70 જેટલા રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે થઈને રજનીકાંતભાઈ ચીખલીયા, મહેન્દ્રભાઈ ચીખલીયા, વિશાલભાઈ ચિખલિયા અને ચિખલિયા પરિવારના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. અને રક્તદાન કરીને કિશોરભાઈ ચીખલીયાને સાચી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ તકે સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી તથા સંચાલક રમેશભાઈ માકાસણા તથા કોંગ્રેસના આગેવાનો, પાટીદાર સમાજના આગેવાનો, મોરબીના સિરામિક ઉદ્યોગકારો, તમામ સમાજના લોકો બેસણામાં હાજર રહ્યા હતા અને તેઓએ કિશોરભાઈ ચીખલીયાને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને ખાસ કરીને તેમના પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરીને અન્ય જરૂરિયાતમંદ દર્દીને સમયસર રક્ત મળી રહે તે માટે રક્તદાન કેમ્પ કર્યો તે ઉમદા કાર્યને સહુ કોઈએ બિરદાવ્યું હતું






Latest News