મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી


SHARE









કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી

હળવદના રાયસંગપુર રોડ ઉપર આવેલ આધેડના ખેતરની બાજુમાં ખેતર ધરાવતા ખેડૂત દ્વારા પોતાના ભાગમાં જેસીબીથી કામ કરવામાં આવી રહ્યું હતું જેનો આધેડે મોબાઈલમાં ફોટો પાડ્યો હતો અને તે સામેવાળાને સારું નથી લાગતા આધેડને જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યારબાદ તેનો કાંઠલો પકડીને મહિલા સહિત બે લોકોએ આધેડને ઢિકાપાટુનો માર માર્યો હતો અને ગાળો આપીને આરોપીઓએ આધેડને કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલ આધેડ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના મોરબી દરવાજા પાસે કૃષ્ણનગરમાં રહેતા અશ્વિનભાઈ અમરશીભાઈ સોનાગ્રા (50)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મેહુલભાઈ ઈશ્વરભાઈ દલવાડી, જયદીપભાઇ રતિલાલ સોનાગ્રા, મેહુલભાઈના પત્ની અને સવજીભાઈ છગનભાઈ રહે. બધા હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદના રાયસંગપુર રોડ ઉપર આવેલ તેઓની ખેતીની જમીને તેવો આટો મારવા માટે ગયા હતા ત્યારે મેહુલભાઈ તેના ભાગની ખેતીની જમીનમાં જેસીબીથી કામ કરતા હતા જેથી ફરિયાદીએ તેનો ફોટો પાડ્યો હતો જે મેહુલભાઈને સારું ન લાગતાં તેણે ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ ફરિયાદીના ટીસી પાસે જઈને ત્યાં તેનો કાંઠલો પકડ્યો હતો અને ત્યારે જયદીપભાઇએ ત્યાં આવીને ફરિયાદીને ઢીકાપાટુનો મારમાર્યો હતો તથા મેહુલભાઈના પત્નીએ પણ ફરિયાદીને ઢિકાપાટુનો મારમાર્યો હતો અને ત્યારબાદ સવજીભાઈ છગનભાઈ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી પોતાના ઘર તરફ જતાં હતા ત્યારે આરોપીઓએ તેણે કહ્યું હતું કે “કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે” તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સહિત ચાર લોકોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ઝેરી દવા પી લેતા સારવારમાં

ટંકારાના વાઘગઢ ગામે રાજુભાઈની વાડીએ રહેતા લીલાબેન રતુભાઈ મુંદડીયા (18) નામની યુવતીએ કોઈ કારણોસર જીરૂમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક બેભાન હાલતમાં 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News