મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ


SHARE







મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ન્યુ પેલેસ ખાતે રવિવારે સવારે 11:00 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ત્રીજા માળે આગ લાગવાની ઘટના બની હતી અને જોત જોતાંમાં આસપાસના ત્રણ રૂમમાં આગ પ્રસરી ગઈ હતી જેથી આ બનાવની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટિમ દોડી આવી હતી અને પાણીનો મારી ચલાવીને ન્યુ પેલેસના ત્રણ રૂમમાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં એલ.ઇ. કોલેજની બાજુમાં આવેલા રાજવી પરિવારના ન્યુ પેલેસ ખાતે રવિવારે સવારે 11:00 વાગ્યાના અરસામાં ત્રીજા માળે કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી અને જોત જોતામાં એક રૂમમાં લાગેલી આગ ત્રણ રૂમમાં પ્રસરી ગઈ હતી અને ત્યાં મૂકવામાં આવેલ એન્ટીક સોફા સહિતના ફર્નિચરમાં આગ પ્રસરી જવાના કારણે તાત્કાલિકા આ બનાવની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ત્યાં દોડી આવી હતી અને ફાયરની ટીમ દ્વારા જુદા જુદા ત્રણ રૂમની અંદર લાગેલી આગને કાબુમાં લેવા માટે થઈને પાણીમાં મારો ચલાવવામાં આવ્યો હતો અને આગને કાબુમાં લેવામાં આવી છે.

આ બનાવની મોરબી મહાપાલિકાના ફાયર ઓફિસર જયેશભાઈ ડાકી પાસેથી મળતી માહિતી મુજબ ન્યુ પેલેસમાં ત્રણ રૂમમાં આગ લાગી હતી અને તે આગને કાબુમાં લેવા માટે થઈને ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવેલ છે અને આગ લાગવાના કારણે એક મહિલા ત્યાં રૂમની અંદર ફસાઈ ગઈ હતી જેને રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવામાં આવી છે આ બનાવની અંદર કોઈપણ જાનહાની થયેલ નથી અને આગ હાલમાં સંપૂર્ણ કાબુમાં આવી ગયેલ છે. જોકે, ન્યુ પેલેસમાં લાગેલી આગના કારણે કેટલું નુકસાન થયું છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.






Latest News