મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો


SHARE









હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો

હળવદ તાલુકાના ટીકર ગામે બેંક નજીક યુવાનને બોલાવવામાં આવ્યો હતો જેથી યુવાને ત્યાં ગયો હતો અને ત્યારે ત્યાં કોઈ કારણોસર તેના ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાનને પેટના ભાગે છરીનો ઊંડો ઘા ઝીંકી દેવામાં આવતા યુવાનને ગંભીર ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે તાત્કાલિક હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

હળવદના ટીકર ગામે રહેતા વારિસભાઈ કગથરાના 19 વર્ષના દીકરા અયાજ કગથરાને રવિવારે બપોરે 12 વાગ્યાના અરસામાં ટીકર ગામે આવેલ બેંકની સામેના ભાગમાં દુકાન પાસે બોલાવવામાં આવ્યો હતો જેથી તે યુવાન ત્યાં ગયો હતો અને ત્યાં કોઈ કારણોસર તેના ઉપર એક વ્યક્તિ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તે યુવાનને પેટના ભાગે છરીનો ઊંડો ઘા ઝીંકી દેવામાં આવતા પેટના આંતરડા બહાર નીકળી ગયા હતા જેથી તે યુવાને તાત્કાલિક સારવાર માટે હળવદ અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં ગામના લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે અયાજ કગથરા ગામમાં ઈલેક્ટ્રીકની દુકાન ધરાવે છે અને ઇલેક્ટ્રીક કામ કરે છે જોકે તેના ઉપર કયા કારણોસર છરી વડે હુમલો કરવામાં આવ્યો અને કોને છરી વડે હુમલો કર્યો હતો તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે




Latest News