મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન


SHARE







વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન

સમગ્ર વિશ્વમાં અરાજકતા અને અશાંતિ છે જેથી માનવ મનનું સુખચેન અને શાંતિ હણાય ગઈ છે. ત્યારે વિશ્વભરમાં શાંતિ સ્થાપાય અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તે માટે મોરબીમાં તા 9 એપ્રિલને ગુરુવારે સવારે 8 વાગ્યે મોરબીની દશાશ્રીમાળીવાડી ખાતે વિશ્વ શાંતિ માટે વિશ્વ દિવસની ઉજવણીના ભાગરૂપે નવકાર મંત્ર જાપનું આયોજન કરાયું છે.

વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિના હેતુ માટે જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન સંસ્થા દ્વારા વિશ્વના 108 દેશો અને 100થી વધુ ભારતના શહેરોમાં એકીસાથે નવકાર મંત્ર જાપનું આયોજન કર્યું છે. ત્યારે મોરબીમાં તા. 9 એપ્રિલને ગુરુવારે સવારે 8 વાગ્યે મોરબીની દશાશ્રીમાળીવાડી ખાતે વિશ્વ શાંતિના અવસર પર વિશ્વ દિવસની ઉજવણીના ભાગરૂપે નવકાર મંત્ર જાપનું આયોજન કર્યું છે. જેથી જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન સંસ્થાના ચેરમેન હેમલભાઈ શાહ દ્વારા આ નવકાર મંત્ર જાપનો લાભ લેવા ધર્મપ્રેમી લોકોને નિમંત્રણ આપ્યું છે. આ આયોજનને સફળ બનાવ માટે મિહિરભાઈ દોશી, સાગરભાઇ શેઠ, બોનીભાઈ દફતરી અને નૈમિષ મહેતા સહિતની ટિમ જહેમત ઉઠાવી રહી છે.






Latest News