મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના ઘોડાધ્રોઈ ડેમની કલેક્ટરે મુલાકાત લીધી મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં માવઠાની આગાહી; ખેડૂતોને ખેતપેદાશો સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ


SHARE







મોરબી જિલ્લામાં માવઠાની આગાહી; ખેડૂતોને ખેતપેદાશો સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ

હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, મોરબી જિલ્લામાં તા ૮/૪ ના રોજ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ (માવઠું) થવાની શક્યતા છે. જેથી ખેડૂતો, વેપારીઓ અને ખેતપેદાશ સાથે સંકળાયેલા તમામ હિતધારકોને આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરાયો છે.

ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપતા જણાવવામાં આવ્યું છે કે, કમોસમી વરસાદથી થતા પાક નુકસાનથી બચવા માટે ખેતરમાં કાપણી કરેલ પાક જો ખુલ્લો હોય, તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/ તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો. વધુમાં, ખેતરમાં રહેલા ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવા સૂચના આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવા પણ જણાવાયું છે. માર્કેટિંગ યાર્ડમાં વેચાણ અર્થે આવતા ખેડૂતો અને વેપારી મિત્રોને પણ પોતાની જણસો સુરક્ષિત રાખવા અને શક્ય હોય તો આ દિવસો દરમિયાન જણસો લાવવાનું ટાળવા અથવા પૂરતી સાવચેતી રાખવા જણાવાયું છે. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પણ પોતાના ગોડાઉનમાં જથ્થો પલળે નહીં તે મુજબ સુરક્ષિત રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News