હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE







મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત

મોરબી તાલુકાના ખાખરાળા ગામે એક  વિપ્ર યુવાનનું મોત નિપજ્યું છે.યુવાનના મૃતદેહને હોસ્પિટલએ લાવવામાં આવતા હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી મોરબી તાલુકા પોલીસે મોતના બનાવની નોંધ કરિને આગળની તપાસ હાથ ધરી છે.વધુમાં મળતી માહિતી મુજબ, મોરબીના ખાખરાળા ગામના રહેવાસી દિપ અરવિંદભાઇ ભટ્ટ (૨૭) નામના યુવાનનું ગત તા.૨૫-૪ ના રોજ બપોરે ૧૨:૧૫ વાગ્યા પહેલા કોઈ અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું.યુવાનને મરણ ગયેલી હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમ હોસ્પિટલ દોડી ગઈ હતી અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી મોતનું સાચું કારણ જાણવા તજવીજ શરૂ કરી છે. હાલમાં પોલીસે અકસ્માત મોત દાખલ કરી આ બનાવ પાછળના કારણો શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના હળવદ-ઘુંટુ રોડ પાસેથી કાર જતી હતી.ત્યારે ખૂંટીયો અચાનક આડો ઉતરતા ખૂંટીયા સાથે કાર અથડાયા બાદ કાર થાંભલા સાથે ટકરાઈ હતી.આ અકસ્માત બનાવમાં કૃપાબા વિજયસિંહ ઝાલા (૧૯), ધર્મરાજસિંહ વિજયસિંહ (૧૮), રીટાબા વિજયસિંહ (૩૯) રહે.ત્રણેય જામનગર અને વિજય ભવાનભાઈ સોંદરવા (૨૫) રહે.ધ્રોલ જી.જામનગર ને ઇજાઓ પહોંચી હતી.જેથી અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે તાલુકા પોલીસે નોંધ કરી હતી જેની તપાસના બીટ જમાદાર નંદરામભાઇ મેસવાણિયા દ્વારા કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

ટંકારાના લતીપર ગામે રહેતા રેખાબેન મંગલભાઈ પસાયા નામની ૨૮ વર્ષની મહિલાને રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં તેના પતિએ ઈંટ વડે માર માર્યો હતો.જેથી ૧૦૮ વડે અહિંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના ધ્રુવરાજસિંહ જાડેજા દ્વારા નોંધ કરી આ બાબતે વધુ તપાસ અર્થે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News