હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી પહેલા જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રસિધ્ધ કર્યુ જાહેરનામું


SHARE







મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી પહેલા જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રસિધ્ધ કર્યુ જાહેરનામું

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે મોરબી જિલ્લામાં યોજાયેલ મતદાન બાદ આવતીકાલે તા. ૨૮/૦૪/૨૦૨૬ ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. આ મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કે.બી. ઝવેરી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મતગણતરી માટે નીચે મુજબના સ્થળો નિયત કરવામાં આવ્યા છે:
મોરબી મહાનગરપાલિકા: ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ, ઘુંટુ, મોરબી (વોર્ડ વાઇઝ અલગ-અલગ રૂમ).  મોરબી જિલ્લા/તાલુકા પંચાયત: એલ. ઈ. ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ (ડિપ્લોમા), પીપળી- ઘુંટુ રોડ, મોરબી.  વાંકાનેર નગરપાલિકા અને જિલ્લા/તાલુકા પંચાયત: શ્રી અમરસિંહજી હાઈસ્કુલ, વાંકાનેર.  હળવદ જિલ્લા/તાલુકા પંચાયત:  મોડેલ સ્કુલ, હળવદ.  ટંકારા નગરપાલિકા અને જિલ્લા/તાલુકા પંચાયત: આઈ.ટી.આઈ. ટંકારા, મોરબી-રાજકોટ હાઈવે.  
માળિયા(મીં.) નગરપાલિકા અને જિલ્લા/તાલુકા પંચાયત:  મોડલ સ્કુલ, મોટી બરાર, તા. માળિયા(મીં.).  

આ જાહેરનામા અનુસાર મતગણતરી કેન્દ્રો પર અધિકૃત પ્રવેશ પાસ વગર કોઈ પણ વ્યક્તિ મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ કરી શકશે નહીં., મતગણતરી કેન્દ્રની આસપાસના ૨૦૦ મીટરના વિસ્તારમાં પૂર્વ પરવાનગી વિના ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્ર થવું, સભા ભરવી કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ છે., ઉમેદવારો, ચૂંટણી એજન્ટો કે અન્ય કોઈ પણ વ્યક્તિ મતગણતરી હોલમાં મોબાઈલ ફોન, વાયરલેસ સેટ કે અન્ય સંદેશાવ્યવહારના સાધનો લઈ જઈ શકશે નહીં., વાહન પાર્કિંગ માત્ર નક્કી કરેલા સ્થળે જ કરવાનું રહેશે.  આ હુકમમાંથી ફરજ પરના અધિકારીઓ, કર્મચારીઓ અને સુરક્ષા જવાનોને મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સજાને પાત્ર થશે.






Latest News