હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની બાળકોને લઇને અલગ રહેવા જતા દવા પી ગયેલ યુવાન સારવારમાં


SHARE







મોરબીમાં પત્ની બાળકોને લઇને અલગ રહેવા જતા દવા પી ગયેલ યુવાન સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામે પત્ની સાથેના પરિવારિક મનદુઃખના કારણે એક યુવાને ઝેરી દવા પી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, મોરબીના સામાકાંઠા વિસ્તારના મહેન્દ્રનગર ગામે ક્રાંતિજયોત પાર્ક પાસેના સોમનાથ પાર્ક ખાતે રહેતા કમલેશભાઈ વાલજીભાઈ ગોપાલિયા પટેલ (ઉમર ૪૨) એ પોતાના ઘરે મોનોકોટો (ઝેરી દવા) પી લીધી હતી.બનાવ બાદ તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કમલેશભાઈને પત્ની સાથે ઝઘડો થતા પત્ની સંતાન સાથે અલગ રહેવા જતી રહેલ છે.અને સમજાવટ છતાં પરત આવતી ન હોય તેમજ પરિસ્થિતિ સુધરતી ન હોવાથી મનમાં લાગી આવતાં તેમણે આ પગલું ભર્યું હતું.હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તબીબોની દેખરેખમાં તેમની સ્થિતિ સુધરતી હોવાનું જાણવા મળેલ છે.બનાવની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

માળીયા(મિં.) ખાતે મારામારીમાં ઈજાગ્રસ્તો સારવારમાં

મોરબીના માળીયા મિંયાણા ખાતે પારિવારીક મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવમાં શરીફાબેન રહીમભાઈ મોવર (૬૫) રહે.માળિયા મિંયાણા પોલીસ સ્ટેશન સામે ને તેમના પુત્ર દિલાવર તથા પુત્રવધુ સમીનાબેન દ્વારા માર મારવામાં આવ્યો હતો.જેથી ઈજાગ્રસ્ત થયેલા શરીફાબેનને અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના ધ્રુવરાજસિંહ ઝાલાએ પહોંચીને તપાસ કરી હતી.જ્યારે આ બનાવમાં જ દિલાવરભાઈ રહીમભાઈ મોવર (૪૦) તેમજ અકબર રહીમભાઈ મોવર (૪૫) તથા હવાબેન અકબરભાઈ મોવર (૨૧) ને ઇજાઓ પહોંચી હોય તેમને પણ અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસે જણાવી બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા ઓવરબ્રીજ પાસેથી દરિયાલાલ હોટલ તરફ બાઇક લઈને જઈ રહેલા અક્ષય કિશોરભાઈ નામના ૨૫ વર્ષના યુવાનના બાઇકને કોઈ ટ્રક ચાલકે હડફેટે લીધુ હતુ.આ બનાવમાં અક્ષયને ઇજાઓ પહોંચી હોય તેને અત્રેની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના નિરવભાઈ મકવાણા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News