મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે કાર ચાલકે હડફેટે લેતા યુવતીને માથામાં ક્રેક અને કમરમાં ફેક્ચર


SHARE









મોરબીના લાલપર ગામ પાસે કાર ચાલકે હડફેટે લેતા યુવતીને માથામાં ક્રેક અને કમરમાં ફેક્ચર
મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ બાપાસીતારામની મઢુલી પાસેથી યુવતી રોડ ક્રોસ કરતી હતી ત્યારે કાર ચાલકે તેને હડફેટે લેતા યુવતીને માથાના ભાગે ક્રેક તથા કમરમાં ફ્રેક્ચર અને શરીરે ઇજાઓ થયેલ છે જેથી કરીને ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલે લ.ઈ ગયા હતા અને ત્યારબાદ તેના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ માળિયા મીયાણા તાલુકાના કુંભારિયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં સોનેટ સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મુકેશભાઈ દેવજીભાઈ પરમાર 45 એ બલેનો કાર નંબર જીજે 36 એજે 532 ના ચાલક દેવુભાઈ હરેશભાઈ કાગડા રહે.દરબારગઢ રોડ રામચોક ફૂલવાડી શેરી વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તે જણાવ્યું છે કે તેઓની દીકરી માનસી સોનેટ સીરામીક કારખાનેથી ઇડર સિરામિક સીટી કોમ્પ્લેક્સ ખાતે આવેલી યુરોકો ઇન્ટરનેશનલ ખાતે કામ કરવા માટે જતી હતી ત્યારે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર લાલ પર નજીક બાપાસીતારામ મઢુલી પાસેથી તે રોડ ક્રોસ કરતી હતી ત્યારે કાર ચાલકે બે ફિકરેથી કાર ચલાવીને ફરિયાદીની દીકરીને હડફેટે લીધી હતી અને જેથી કરીને તેને માથાના ભાગી ક્રેક તથા કમરના ભાગે ફ્રેક્ચર અને શરીરે ઇજાવતી હોય માનસીબેનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ઈજા પામેલ યુવતી ના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News