હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી


SHARE







મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ રાજુ પાને એન્ડ કોલ્ડ્રીંક્સ નામની દુકાનમાં વેપારી ઠંડા પીણાની બોટલ લેવા માટે ઊભા થઈને દુકાનમા ગયા હતા તેવામાં વેપારીની નજર ચૂકવીને ટેબલના ખાનામાંથી રોકડા રૂપિયા 30,000 ની ચોરી કરવામાં આવેલ છે જેથી આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મોરબીના નાની વવડી ગામ નજીક આવેલ સમજુબા સ્કૂલ પાસે ભગવતી પાર્ક સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ દામજીભાઈ સોલંકી (55)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલદીપ ઉર્ફે કાલી સરદારજી રહે. રણછોડનગર મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર ભગુભાઈ ભજીયાવાળાની દુકાનની બાજુમાં તેઓની રાજુ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ નામની દુકાન આવેલી છે અને આરોપીએ ત્યાં આવીને ઠંડા પીણાની બોટલ માંગી હતી જેથી ફરિયાદી દુકાનમાં ઠંડા પીણાની બોટલ લેવા માટે ઊભા થયા હતા ત્યારે તેઓની નજર ચૂકવીને દુકાનના ળાના ટેબલના ખાનામાંથી રોકડા રૂપિયા 30,000 ની ચોરી કરવામાં આવે છે જેથી ભોગ બનેલ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

વાહન અકસ્માત
મોરબીના શાળા રોડ ઉમિયા સર્કલ પાસે થોડા દિવસ પહેલા વાહન અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક ચાલક હિતેષભાઈ અમૂભાઈ મિયાત્રા (૨૬) રહે. યમુનાનગર, નવલખી રોડ મોરબીના બાઈકને કાર ચાલકે હડફેટે લીધું હતું.આ અકસ્માતમાં હિતેષભાઈને ઇજા પહોંચતા તેમને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના લીલાપર રોડ યદુનંદન ગૌશાળા ખાતે રહેતા અરવિંદભાઈ નાનાભાઈ નામના ૪૩ વર્ષીય યુવાનને જૂની ગૌશાળા શાંતિધામ નજીક બાઇકમાંથી પડી ગયેલા હોવાથી ઇજા થતાં સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યા હતા.તેમજ મોરબી એલ.ઇ.ગ્રાઉન્ડ પાસે પતિ દ્વારા માર મારવામાં આવતા આરતીબેન ભવાનભાઇ ગોગડીયા નામની ૨૭ વર્ષની મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

યુવાન સારવારમાં

હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા મુકેશભાઈ પ્રભુભાઈ કોળી નામના ૪૬ વર્ષના યુવાનને છાતીમાં દુખાવો થતાં સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના જુના બસ સ્ટેશન ખાતે જાતે હાથ ઉપર છરી મારી દેતા આર્યન નટવરભાઈ પરમાર (૨૩) રહે.સાબરકાંઠા ને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે અન્ય એક બનાવમાં મોરબી વીસીપરામાં રહેતા પરિવારની નફીસાબેન અબ્દુલભાઈ મોવર નામની ૧૭ વર્ષની યુવતી કોઈ કારણોસર ફીનાઇલ પી જતા સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના બી.કે.દેથા દ્રારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

પોલીસ કાર્યવાહી

મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ ઘેટિયા તેમજ સ્ટાફ દ્વારા થોડા સમય પહેલા બેલા ગામ પાસે બનેલ અપહરણ પોકસોના ૬૨૯/૨૫ નંબરના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસ્તા ફરતા અશોક ગૌરીલાલ વર્મા (૩૦) રહે.નિપનીયા ગળી નરસિંહગઢ બોડા રાજગઢ મધ્યપ્રદેશ ને દબોચવામાં આવ્યો હતો અને તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.તેમજ મોરબી વીસીપરા વિસ્તારમાં બનેલ હત્યાની કોશિશના ગુનામાં પોલીસે કાર્યવાહી કરી હતી.જેમાં પીએસઆઇ અંબારિયા દ્વારા ઘરમાં પ્રવેશી જીવલેણ હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલ શેરમામદ ઇકબાલ કટીયા (૨૧) અને ફૈઝાન ઈકબાલ મોવર (૨૨) સહિત ત્રણ સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.તેમજ થોડા દિવસ પહેલા થયેલ મારામારીના બનાવમાં તાલુકા પીએસઆઇ એચ.આર.જાડેજા દ્વારા સચિન ધનજીભાઈ ઉર્ફે દિનેશભાઈ બારોટ (૨૬) રહે.આંબેડકરનગર પાસે ઘુંટુ ની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.






Latest News