હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત


SHARE







મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત

મોરબીની હરીપાર્ક સોસાયટીમાં રહેતા યુવાને કોઈ કારણોસર એલ.ઈ. ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ રહેલ રેલવે ટ્રેન હેઠળ ઝંપલાવ્યું હતું જેથી તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થવાના કારણે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનગર પાસે આવેલ હરીપાર્કમાં રહેતા દિલીપભાઈ રમેશભાઈ ઝીંઝવાડીયા (36) નામના યુવાને મોરબીમાં એ.ઈ. ગ્રાઉન્ડ પાસે આવેલ રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા તે યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી યુવાનનું મોત નિપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના ભાઈ રાજુભાઈ રમેશભાઈ ઝીંઝવાડીયા (43) રહે. હરીપાર્ક વિદ્યુતનગર પાસે મોરબી વાળાએ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના ખારચિયા ગામે ઓમનગરમાં રહેતા જૈમીન તુલસીભાઈ કુબાવત (18) નામનો યુવાન ગામ પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના લીધે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા જન્નતબેન ઈસ્માઈલભાઈ પઠાણ (36) ઇકો  ગાડીમાં બેસીને જતા હતા ત્યારે જેપુર ગામે ફાટક પાસે ટ્રેક્ટર સાથે ઇકો અથડાતાં અકસ્માત થયો હતો અને આ બનાવમાં તેઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News