મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો


SHARE











હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો

હળવદ તાલુકાના સુસવાવ ગામે નદીના કાંઠા પાસેથી કોહવાઈ ગયેલી હાલતમાં એક વર્ષના બાળકની લાશ મળી આવી હતી જે બનાવની તપાસ દરમ્યાન મૃતક બાળકને તેના પિતા જ બાવળની જાળીમાં મૂકીને નાશી ગયો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક બાળકના પિતાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના સુસવાવ ગામે સ્મશાનની બાજુમાં નદીના કાંઠે બાવળની જાળીમાંથી થોડા દિવસો પહેલા કોહવાઈ ગયેલ હાલતમાં એક વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક બાળકના મૃતદેને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને મૃતક બાળકની ઓળખ મેળવવા માટે તથા તેના વાલી વરસને શોધવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી હતી તેવામાં હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એ.બી.મિશ્રાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભયલુ ઉર્ફે રાજુ તેરસિંગ બામણીયા (24) રહે. હાલ રાયસંગપર ગામની સીમમાં હમીરભાઇની વાડીએ તાલુકો હળવદ મૂળ રહે. દાહોદ વાળા સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વધુમાં પી.એસ.આઇ. એ.બી.મિશ્રા પાસેથી મળી માહિતી મુજબ મૃતક બાળકનું નામ નવશિક (1) હોવાનું સામે આવ્યું છે અને આરોપીએ અત્યાર સુધીમાં ચાર લગ્ન કરલે છે અને તેની ત્રીજી પત્ની રંગાબેન થકી તેને સંતાન થયું હતું જો કે, ત્યાર બાદ રંગાબેનને છોડી દીધા હતા જો કે, બાળકને પોતાની પાસે રાખ્યું હતું અને તેણે ચોથા લગ્ન કર્યા હતા અને બાળકની દેખરેખ અને સાર સંભાળ બાબતે બાબતે વચ્ચે બોલાચાલી થતી હતી જેથી કરીને આરોપી ભયલુ ઉર્ફે રાજુ તેના એક વર્ષના દીકરાને નદીના કાંઠે બાવળની જાળીમાં ત્યજી આવ્યો હતો અને ત્યાર ભૂખ તેમજ ઉનાળાની કાળઝાળ ગરમીના લીધે માસૂમ બાળકે રિબાઈ રિબાઈને પોતાનો જીવ દીધો હતો જેથી પોલીસે નરાધમ બાપને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News