મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા


SHARE









હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા

હળવદ તાલુકામાં 9 વર્ષના સગીર બાળકને કપડા અને બુટની લાલચ આપીને બાઈકમાં બેસાડીને લઈ જવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું જે કેસ મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જિલ્લાના મદદનીસ સરકારી વકીલની દલીલ અને આધાર પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીએ 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ કર્યો છે.

આ કેસની મળતી માહિતી મુજબ ફરિયાદીના 9 વર્ષના સગીર દીકરાને આરોપીએ કપડા અને બુટ આપવાની લાલચ આપી હતી અને ત્યાર બાદ બાઈકમાં બેસાડીને તેને આરોપી લઈ ગયો હતો અને બાળવાની જાળીમાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું જેથી કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ હતી. જે ગુનામાં પોલીસે આરોપી અક્ષય રમેશભાઈ દેગામા રહે. ચીખલી તાલુકો માળિયા વાળાની ધરપકડ કરી હતી અને આ કેસ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં એડીશનલ સેસન્સ જજ સાહેબની  સમક્ષ ચાલી ગયો હતો જેમાં જિલ્લાના મદદનીસ સરકારી વકીલ એન.ડી. કારીઆએ કરેલ દલીલ અને રજૂ કરેલ 12 મૌખિક તેમજ 29 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી અક્ષય રમેશભાઈ દેગામાને 20 વર્ષની સખ્ત કેદની સજા અને 4 હજારનો દંડ કર્યો છે તેમજ વિકટીમ કંપન્સેશન સ્કીમ હેઠળ 4 લાખ રૂપિય અને આરોપી દંડની રકમ ભારે તો તેના સહિતની રકમ વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે.




Latest News