મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા


SHARE







હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા

હળવદ તાલુકામાં 9 વર્ષના સગીર બાળકને કપડા અને બુટની લાલચ આપીને બાઈકમાં બેસાડીને લઈ જવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું જે કેસ મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જિલ્લાના મદદનીસ સરકારી વકીલની દલીલ અને આધાર પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીએ 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ કર્યો છે.

આ કેસની મળતી માહિતી મુજબ ફરિયાદીના 9 વર્ષના સગીર દીકરાને આરોપીકપડા અને બુટ આપવાની લાલચ આપી હતી અને ત્યાર બાદ બાઈકમાં બેસાડીને તેને આરોપી લઈ ગયો હતો અને બાળવાની જાળીમાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું જેથી કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ હતી. જે ગુનામાં પોલીસે આરોપી અક્ષય રમેશભાઈ દેગામા રહે. ચીખલી તાલુકો માળિયા વાળાની ધરપકડ કરી હતી અને આ કેસ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં એડીશનલ સેસન્સ જજ સાહેબની  સમક્ષ ચાલી ગયો હતો જેમાં જિલ્લાના મદદનીસ સરકારી વકીલ એન.ડી. કારીઆએ કરેલ દલીલ અને રજૂ કરેલ 12 મૌખિક તેમજ 29 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી અક્ષય રમેશભાઈ દેગામાને 20 વર્ષની સખ્ત કેદની સજા અને 4 હજારનો દંડ કર્યો છે તેમજ વિકટીમ કંપન્સેશન સ્કીમ હેઠળ 4 લાખ રૂપિય અને આરોપી દંડની રકમ ભારે તો તેના સહિતની રકમ વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે.






Latest News