મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા
મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ
SHARE
મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ
મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર સરાણીયાના ઝૂંપડામાં અગાઉ દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 450 બોટલો તથા 96 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 1,95,580 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો જે ગુનામાં અગાઉ બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને હાલમાં દારૂનો જથ્થો મંગાવનાર આરોપીની સુરેન્દ્રનગરથી ધરપકડ કરવામાં આવેલ છે અને આ માલ મોકલાવનાર આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.
મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ રીઝલ્ટા હોટલની બાજુમાં સરાણીયાના ઝૂંપડામાં અગાઉ એલસીબીની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ મળીને 450 બોટલો તથા 96 બિયરના ટીન મળી આવ્યા હતા જેની કુલ મળીને 1,95,580 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને રેડ કરી હતી ત્યારે આરોપી મળી આવેલ ન હતા જો કે ત્યાર બાદ આ ગુનામાં પોલીસે અગાઉ સતીશ ઉર્ફે રઘુ તેજાભાઈ સરાણીયા અને વિપુલ રાજુભાઇ મુંધવા નામના બે આરોપીને પકડીને તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યાર બાદ આ ગુનામાં આ ગુનામાં એલસીબીના પીએસઆઈ બી.ડી.ભટ્ટ અને તેની ટીમે આરોપી યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (35) રહે. દાળ મીલ પાસે ધીરુભાઈની વાડી પાસે સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે. વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં પકડાયેલ આરોપીએ દારૂ અને બિયરનો જથ્થો મંગાવ્યો હતો જો કે, માલ આપનારા શખ્સને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.
મહિલાને પત્થર માર્યો
મોરબીમાં શંકર આશ્રમ પાસે રહેતા લાભુબેન હર્ષદભાઈ પંડ્યા (60) નામના વૃદ્ધાને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પથ્થર મરવામાં આવ્યો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
ઈલેક્ટ્રીક શોટ લાગ્યો
મોરબીમાં માળિયા ફાટક પાસે રહેતા ગોદાવરીબેન ચતુરભાઈ સોલંકી (55) નામના આધેડ મહિલા પોતાના ઘરે હતા ત્યારે ત્યાં ઘરમાં તેઓને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
મહિલા સારવારમાં
મોરબીમાં નજરબાગ પાસે આવેલ બૌદ્ધનગર વિસ્તારમાં રહેતા ઉષાબેન કમલેશભાઈ ટુંડિયા (30) નામની મહિલાને માર મારવામાં આવ્યો હતો જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છ









