મોરબીમાં રવાપર ગામે રહેતા યુવાને હાથ ઉછીના લીધેલ રૂપિયા પાછા આપી દીધા તો પણ ધમકીઓ ચાલુ ! મોરબી શહેર-વાંકનેરના મકતાનપરમાં દારૂની જુદીજુદી બે રેડ: 182 બોટલ દારૂ ઝડપાયો, આરોપીઓની શોધખોળ હળવદમાં મામાદેવના મંદિરમાંથી ચાંદીના 15 છતરની ચોરી હળવદના જુના વેગડવાવ ગામે યુવાન ઉપર દંપતીએ કર્યો ધારિયા વડે હુમલો: હાથની આંગળીમાં બચકું ભરી લીધું વગર વરસાદે પાણી-પાણી: મોરબીમાં મચ્છુની કેનાલ ઓવરફલો થતાં રવાપર ચોકડીએ પાણી ભરાઈ ગયું, તંત્રની ઘોર બેદરકારી મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું


SHARE











મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સાવરની પાર તરીકે ઓળખાતા વિસ્તારમાં થયેલા દબાણો દૂર કરવા માટે મહાપાલિકા દ્વારા 300 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવા અંતિમ નોટિસ આપવામાં આવેલ છે. જેથી સ્થાનિક લોકો શુક્રવારે મોડી સાંજે મહાપાલિકા કચેરીએ આવ્યા હતા અને ડિમોલેશન કરતાં પહેલા તેઓને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આવાસ યોજનામાં મકના કે પછી પ્લોટ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

મોરબીના પંચાસરોડને પહોળો કરવા માટે તેને અગાઉ 225 થી વધુ મકાનોને વર્ષ 2023 માં  ડિમોલેશન કરીને તોડી પાડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તે રોડને પહોળો બનાવવામાં આવ્યો છે જોકે પંચાસરોડની બાજુમાં આવેલ સાવરની પાર તરીકે ઓળખાતા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રહેતા પરિવારના લોકોને સરકારી જમીન ખાલી કરવા માટે તંત્ર દ્વારા અગાઉ માર્ચ મહિનામાં નોટિસ આપવામાં આવી હતી ત્યારે સ્થાનિક લોકો દ્વારા ડિમોલેશનને રોકવા માટે કલેકટરમાં રજૂઆત કરવામાં આવી હતી અને ત્યાર બાદ મામલો હાઇકોર્ટ સુધી પહોચ્યો હતો જો કે, હાઇકોર્ટે તમામની રજૂઆત સાંભળીને નવેસરથી હુકમ કરવા માટે કહ્યું હતું જેથી મહાપાલિકા દ્વારા સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ કરીને ડિમોલેશન માટેની દબાણકારોને અંતિમ નોટિસ આપવામાં આવેલ છે. અને લગભગ આગામી સપ્તાહમાં લગભગ 300 જેટલા મકાનોને તોડી પાડવામાં આવશે. જો કે, ત્યાર પહેલા શુક્રવારે મોડી સાંજે સાવરની પાર વિસ્તારમાં જે આસામીઓને નોટિસો આપવામાં આવી છે ત્યાંથી મહિલાઓ, બાળકો સહિતના લગભગ 200 જેટલા લોકો મહાપાલિકા કચેરીએ આવ્યા હતા અને કમિશનરને આવેદનપત્ર પાઠવીને ડિમોલેશન કરતાં પહેલા તેઓને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આવાસ યોજનામાં મકાન કે પછી પ્લોટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.






Latest News