મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત


SHARE









મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતા યુવાને મોરબી નજીકના મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને મૃતક યુવાને બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મોરબી નજીકના ગોર ખીજડીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં શ્રી એપાર્ટમેન્ટની સામેના ભાગમાં ભાડાના મકાનમાં રહેતા રતિલાલ કેશવજીભાઈ સોલંકી (32) નામના યુવાને મોરબી નજીકના મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને  આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવેલ હોય તેઓની પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને ફેફસાની બીમારી હોય બીમારીથી કંટાળી જઈને તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા પરેશભાઈ પ્રભુભાઈ કલોલા (39) નામના યુવાને મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો સીરામીક કારખાના નજીક ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

ઝેરી દવા પી લીધી

મોરબીના રવાપર નદી ગામે રહેતા કાજલબેન વિજયભાઈ (25) નામની મહિલાએ મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામના પાટીયા પાસે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી




Latest News