હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ


SHARE







મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીના મકનસર ગામે રહેતા યુવાનની પત્ની રિસામણે બેઠેલ હોય યુવાનને મનોમન લાગી આવ્યું હતું જેથી તે યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો માટે આ યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામે રહેતા દિનેશભાઈ ચતુરભાઈ જીંજવાડીયા (32) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે ગળાફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ બળદેવભાઈ દેત્રોજા દ્વારા કરવામાં આવેલ હોય તેઓની પાસેથી મળતી વિગત પ્રમાણે દિનેશભાઈ ઝીંઝવાડીયાના પત્ની રિસામાણે બેઠેલ છે અને તેના બંને સંતાનોને પણ તે સાથે લઈ ગયેલ છે જેથી કરીને યુવાનને મનોમન લાગી આવતા તેને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેની પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતો જયદીપ જગદીશભાઈ અગેચાણીયા (20) નામનો યુવાન બાઇકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ આ બનાવી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ ભુવનેશ્વરી પાર્ક ખાતે રહેતા વાઘેલા વિજયંતી બકુલભાઈ (43) નામનો યુવાન નટરાજ ફાટક પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાને કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં રહેતા નીતિન અજયભાઈ વરાણીયા (35) નામના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના બેલા ગામે રહેતા ગમારા ડાયાભાઈ આંબાભાઈ (72) નામના વૃદ્ધ આમરણ ગામ પાસેથી બાઈક જઇ રહ્યા હતા ત્યારે આઇસર ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ડાયાભાઈ ને જમણા હાથમાં ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News