હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ


SHARE







મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ

મોરબી મહાપાલિકાના વોર્ડ નંબર 3 માં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ જે ગ્રૂપમાં છે તે વ્હોટ્સએપ ગ્રૂપની ચર્ચાના સ્ક્રીન શૉટ હાલમાં મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ પાસે આવેલ છે અને આ મેસેજમાં ગત ચુંટણીમાં ભાજપની વિરુદ્ધ કામ કર્યું હોય તે વિસ્તારના લોકોને પાણી આપવાનું થતું નથી તેવા મેસેજ કરવામાં આવેલ છે જેથી કરીને ભાજપની દાદાગીરી, રાગદ્વેષ અને કિન્નાખોરી વાળા રાજકારણ સામે કોંગ્રેસનાં આગેવાનો તાકાતથી લડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ હાલમાં પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ  છે કે, તાજેતરમાં મહાપાલિકાની ચૂંટણી પૂરી થઈ છે અને ચુંટણીમાં ભાજપના પ્રચાર માટે વોર્ડ નંબર 3 માં જે વ્હોટ્સએપ ગ્રૂપ બનાવેલ હતું તેમાં હાલમાં ભાજપના ચૂંટાયેલ સભ્ય અને તેના કાર્યકરો દ્વારા મેસેજ કરવામાં આવ્યા હતા જેના સ્ક્રીન શૉટ તેઓની પાસે આવેલ છે અને તેમાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ જાણે કે વિસ્તારને પોતાની વારસાઈ પેઢી માનતા હોય એવું લાગી રહ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, જે મેસેજ કરવામાં આવેલ છે તેમાં મહેન્દ્રનગરમાં હાલમાં કાળજાળ ઉનાળામાં પૂરતું પીવાનું પાણી ગામના લોકોને મળતું નથી જેના અનુસંધાનમાં ભાજપના વોર્ડ નંબર 3 ના વ્હોટસએપ ગ્રુપમાં એક પ્રભુકૃપાના આગેવાને રજૂઆત કરી હતી ત્યારે તાજેતરમાં જ ચૂંટાયેલા કોર્પોરેટર દ્વારા તેમને અપમાનિત કરીને ગ્રુપમાંથી કાઢી નાખવામાં આવેલ છે અને કહ્યું હતું કે “આ લોકો તો ભાજપની વિરુદ્ધ કામ કરતા હતા ચૂંટણી માં, એટલે એમને પાણી આપવાનું થતું નથી અને તેમને કોઈ ફરિયાદ કરવાનો અધિકાર નથી” શું આવું ચૂંટાયેલા પ્રતિનિધિ કહે તે યોગ્ય કહેવાય ?, ભારતમાં લોકશાહી છે અને ચૂંટાયેલા પ્રતિનિધિ માટે તમામ નાગરિક સરખા હોવા જોઈ તેના બદલે વોર્ડ નંબર 3 માં રાગદ્વેષનું રાજકારણ ભાજપના કોર્પોરેટર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વોર્ડમાં કોંગ્રેસના તમામ આગેવાનો સાથે મળીને સમગ્ર વિસ્તારના લોકોને સુખ સુવિધાઓ મળે તેના માટે લડત કરશું અને ભાજપની કિન્નાખોરીનો જડબાતોડ જવાબ આપશું તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News