મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી


SHARE









વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી

વાંકાનેરમાં ભમરિયા કુવા પાસે આવેલ દુકાનની અંદર ગેરકાયદે એલપીજી ગેસના બાટલામાંથી અલગ અલગ ગેસના બાટલાની અંદર ગેસનું રીફીલિંગ કરવામાં આવતું હતું ત્યાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ત્રણ ગેસના બાટલા અને અન્ય વસ્તુઓ મળીને 10,300 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં આરોપીની ધરપકડ કરી તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરમાં આવેલ ભમરીયા કુવા પાસે હુસેની ગેસ રીપેરીંગ નામની દુકાનમાં ગેરકાયદેસર ગેસના બાટલાનું રિફિલિંગ કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી એલપીજી ગેસના બાટલામાંથી અલગ અલગ બાટલાઓમાં નળી અને રેગ્યુલેટર મારફતે ગેસ રીફ્લિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને સ્થળ ઉપરથી ત્રણ બાટલા, વજન કાટો સહિત કુલ મળીને 10,300 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અલીભાઈ ફકરૂદ્દીનભાઈ મીઠાઈવાલા (36) રહે. વોરા વાડ નવાપરા જે. કે. ટેલરની સામે વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ હરિગુણ સોસાયટી હરીગુણ હાઈટ્સ એ બ્લોક નંબર 601 માં રહેતા મહાદેવભાઇ રેવાભાઇ રંગપડિયા (61)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, પીપળી ગામે આવેલ અમરનાથ મહાદેવ મંદિરની બાજુમાં પાર્કિંગમાં તેઓએ પોતાનું બાઈક નંબર જીજે 3 એચ એન 3537 પાર્ક કરીને મૂક્યું હતું જે 25,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News