મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક હોટલ પાસે જીવલેણ હુમલાના બનાવમાં સામાપક્ષેથી શાહરૂખે પણ ફાયરિંગ કર્યું હોવાનો ધડાકો


SHARE







મોરબી નજીક હોટલ પાસે જીવલેણ હુમલાના બનાવમાં સામાપક્ષેથી શાહરૂખે પણ ફાયરિંગ કર્યું હોવાનો ધડાકો

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ સીરામીક કારખાના નજીક હોટલ પાસે રવિવારે રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં ફાયરીંગનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે અગાઉ એક ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ હવે સામાપક્ષેથી પાંચ વ્યક્તિઓ સામે નામ જોગ તથા અન્ય તપાસમાં જેના નામ ખૂલે તે તમામ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પંદરે- વીસ દિવસ પહેલા થયેલ માથાકૂટના બનાવનો ખાર રાખીને યુવાનને મારી નાખવાના ઇરાદે સામાપક્ષેથી એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેમજ કાર સાથે કાર અથડાવીને મારી નાખવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી પોલીસે વળતી ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગર- 1 માં રહેતા નૂરમહમદ સાઉદીનભાઈ જેડા (24)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શાહરુખ ફિરોજભાઈ પઠાણ, આદમ કાસમ કટિયા વીરુ હિતેશભાઈ રાઠોડ, સલીમ ફિરોજભાઈ પઠાણ, અલીભાઈ કાસમભાઇ કટિયા અને અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદી તથા તેના ભાઈ સાજીદને આરોપી શાહરૂખ તથા આમદ કટીયા સાથે 15-20 દિવસ પહેલા માથાકૂટ થઈ હતી જે બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ઓસિસ સિરામિક કારખાના નજીક બાલાજી હોટલ પાસે ફરિયાદી તથા સાહેદ તેના ભાઈ સહિતનાને મારી નાખવાના ઇરાદે કાવતરું રચીને હુમલો કર્યો હતો અને ત્યારે શાહરૂખે તેના હાથમાં રહેલ બંદૂક જેવા હથિયારથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ફરિયાદી તથા સાહેદ પોતાની સ્કોર્પિયો ગાડીમાં બેઠેલા હોય ગોળી ગાડીમાં લાગી હતી અને આરોપી વીરુ રાઠોડે તેની લાલ કલરની થાર ગાડીથી ફરિયાદીની કાળા કલરની સ્કોર્પિયોની પાછળ મારી નાખવાના ઇરાદે ટક્કર મારીને અથડાવી હતી આમ આરોપીઓએ ફરિયાદી તથા તેના ભાઈને મારી નાખવાના ઇરાદે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેથી હાલમાં પોલીસે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે ઉલેખનીય છે કે, આ બનાવ સંદર્ભે શાહરૂખ પઠાણે સાજીદ જેડા સહિત કુલ પાંચ વ્યક્તિઓની સામે પહેલા ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે સાજીદ અને નૂરમહમદ દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા. જેમાં શાહરૂખ તેના ભાઈ સમીર અને અલીભાઈ નામના ત્રણ વ્યક્તિઓને ઈજા થવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા આમ ફિલ્મ ઢબે થયેલ સામસામે ફાયરિંગ સાથેના હુમલાના બનાવમાં હવે વળતી ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News