મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા પાસે ઝૂંપડાંમાંથી દારૂની 23 બોટલ ઝપડાઈ, આરોપીની શોધખોળ: નવાગામ પાસે દેશી દારૂની ભઠ્ઠી સાથે બે શખ્સ પકડાયા


SHARE









મોરબીના જાંબુડિયા પાસે ઝૂંપડાંમાંથી દારૂની 23 બોટલ ઝપડાઈ, આરોપીની શોધખોળ: નવાગામ પાસે દેશી દારૂની ભઠ્ઠી સાથે બે શખ્સ પકડાયા

મોરબીના જાંબુડીયા ગામ પાસે નવી આરટીઓ ઓફિસ નજીક ઝુપડામાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 23 બોટલ મળી આવી હતી જો કે, આરોપી હાજર ન હોય હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જ્યારે માળિયાના નવાગામ પાસે નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર દારૂની રેડ કરી હતી ત્યારે 800 લીટર આથો તથા 10 લિટર તૈયાર દેશી દારૂના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.

મોરબીના જાંબુડીયા ગામની સીમમાં આવેલ નવી આરટીઓ ઓફિસ પાસે ઝૂંપડામાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની મોટી 23 બોટલ મળી આવતા પોલીસે 13,205 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ જાદવજીભાઈ સરાણીયા રહે. નવી આરટીઓ ઓફિસ પાસે ઝૂપડામાં જાંબુડીયા તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણા તાલુકાના નવાગામ પાસે નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 800 લીટર દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો તથા 10 લિટર દેશી દારૂ અને અન્ય મુદ્દા માલ મળીને પોલીસે 22,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી ઇરફાનભાઇ મોહમદહનીફ ઉર્ફે બાબાભાઈ જેડા (24) તથા સબીરભાઈ મોહમદહનીફ ઉર્ફે બાબાભાઈ જેડા (22) રહે બંને નવાગામ વાળાની ધરપકડ કરી તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દારૂના બે ચપલા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ વિનાયક હોન્ડાના શોરૂમ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 240 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને આરોપી રોહિતભાઈ ડાયાભાઈ ટમારીયા (32) રહે. નાના રામપર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News