મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના માનસરથી ખેવાળીયા વચ્ચે રોડની બંનેથી જંગલ કટિંગ કરવાની સરપંચની માંગ


SHARE









મોરબીના માનસરથી ખેવાળીયા વચ્ચે રોડની બંનેથી જંગલ કટિંગ કરવાની સરપંચની માંગ

મોરબી તાલુકાનાં ખેવાળીયા ગામથી માનસર તરફ જવાના રસ્તાની ડામર પટ્ટી ઉપર રોડની બંને બાજુએ બાવળના જંગલ થઈ ગયા છે જેથી કરીને જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગમાં ગામના સરપંચે લેખિતમાં રજૂઆત કરીને જંગલ કટીંગ કરવાની માંગ કરી છે.

મોરબીના માનસર ગામના સરપંચ જે.પી. ઠોરિયાએ હાલમાં જિલ્લા પંચાયત બાંધકામ શાખા નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, માનસરથી ખેવાળીયા ગામ તરફ જવાનો ડામર પટ્ટી રોડ આવેલ છે અને તે રોડની બંને બાજુએ બાવળનું જંગલ થઈ ગયું છે જેથી કરીને વાહન ચાલકો અને રાહદારીઓ ચાલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ વાહન ઓવરટેક કરવામાં પણ બાવળ નડતર રૂપ બને છે જેથી કરીને ચોમાસા પહેલા રોડની બંને બાજુએ જંગલ કટીંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.




Latest News