મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ વીઆઇ ના સ્ટોરમાં સર્વર રૂમમાં લાગી આગ, મોટું નુકસાન


SHARE









મોરબીના સનાળા રોડ ઉપર આવેલ વીઆઇ ના સ્ટોરમાં સર્વર રૂમમાં લાગી આગ, મોટું નુકસાન

મોરબીના સનાળા રોડ ઉપર વોડાફોન (વીઆઈ)નો સ્ટોર આવેલો છે અને તેના સર્વર રૂમમાં કોઈ કારણોસર બપોરે અચાનક આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને આ બનાવની તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જે જગ્યા ઉપર આગ લાગી હતી ત્યાં ચાર વ્યક્તિઓ ફસાયેલા હતા જેથી તેને ફાયરની ટીમ દ્વારા સહી સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા અને ત્યારબાદ ફાયર ફાઈટિંગ કરીને સર્વર રૂમમાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી જોકે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં સ્ટોરના માલિકને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોરબીના સનાળા રોડ ઉપર રામચોકથી આગળના ભાગમાં આવેલ વોડાફોન (વીઆઈ) સ્ટોરના સર્વર રૂમની અંદર બપોરે 2:00 વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી જેથી તાત્કાલિક આ બનાવની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ફાયર ફાયટર સાથે તાત્કાલિક ઘટના સાથે પહોંચી હતી અને વીઆઇ સ્ટોરના સર્વર રૂમમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી જો કે, જે જગ્યા ઉપર આગ લાગી હતી ત્યાં ચાર વ્યક્તિઓ ફસાયા હોય તેને ફાયર વિભાગની ટીમ દ્વારા પહેલા નીચે ઉતારવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે જગ્યા ઉપર આગ લાગી હતી તેને કાબુમાં કરવા માટે પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો અને સર્વર રૂમમાં લાગેલી આગના લીધે કોમ્પ્યુટર સિસ્ટમ સહિતની વસ્તુઓ ત્યાં બળીને ખાખ થઈ ગઈ છે હાલમાં સર્વર રૂમમાં લાગેલી આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા ફાયર વિભાગની ટીમ વ્યક્ત કરી રહી છે તો બીજી બાજુ વોડાફોન સ્ટોરના માલિક અભિજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ફાયરની ટીમ દ્વારા સ્થળ ઉપર આવીને તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી ન હતી જેથી આગ વિકરાળ બની હતી અને સ્ટોરમાં વધુ નુકસાન થયું છે અને ખાસ કરીને સર્વર રૂમમાં મૂકવામાં આવેલ કોમ્પ્યુટર સીસ્ટમ સહિતની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે




Latest News