મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ

મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ નાગનાથ શેરીમાં ખોડીયાર માતાજીના મંદિરમાં ચોરી કરવામાં આવી હતી જેથી બે શખ્સોની સામે એ ડિવિઝનમાં દાન પેટીમાંથી 50,000 રૂપિયાની ચોરી કરી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીની અનુપમ સોસાયટીમાં રહેતા ઋષભભાઈ કિરણભાઈ પારેખ (36)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઋત્વિક ઉજેસભાઈ જોશી તથા વરુણ મનસુખભાઈ ડોડીયા રહે. બંને મોરબી વાળા સામે ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતુ કે, નાગનાથ શેરીમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં દર્શન કરવા આવીને બંને શખ્સો આવ્યા હતા અને ત્યાર બાદ તે શખ્સોએ દાન પેટીનું તાળું તોડીને તેમાંથી 50 હજાર રૂપિયાની ચોરી કરી છે જેથી પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે આરોપી ઋત્વિક ઉજેસભાઈ જોશી (26) રહે. કડિયા શેરી ગ્રીનચોક મોરબી તથા વરુણ ઉર્ફે ખોડિયો મનસુખભાઈ ડોડીયા (23) રહે. નાગનાથજી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે.




Latest News