મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર


SHARE





મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના ગાળા ગામ પાસે બંધ પડેલા કારખાનાને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ત્યાંથી કોપર વાયરોકોપરની પ્લેટ, સીસીટીવી કેમેરાડીવીઆર અને ટીવી આમ કુલ મળીને 2 લાખથી વધુના મુદામાલની ચોરી કરી હતી જે ગુનામાં એલસીબીની ટીમે 1.94 લાખના મુદામાલ સાથે 4 આરોપીની ધરપકડ કરી હતી અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

મોરબી તાલુકાનાં ગાળા ગામ પાસે બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું આવેલું છે જે બંધ હાલતમાં હોય અજાણ્યા શખ્સએ તેને નિશાન બનાવેલ હતું અને કારખાનામાં પ્રવેશ કરીને બે નંગ સીસીટીવી કેમેરાટીવીડીવીઆર તથા વીજ કરંટ પસાર કરતી કોપર પ્લેટ આઠ નંગપ્રેસ મશીન પાસે લગાવેલ 40 ફૂટ કોપર વાયર આમ કુલ મળીને 2,05,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોરબીમાં રહેતા જયંતીભાઈ રૂપાભાઈ કાચરોલા નામના વૃદ્ધે ચોરીની ફરિયાદ કરી હતી જે ગુનામાં એલસીબીની ટીમે 4 આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબી જીલ્લામાં અનડિટેક્ટ ગુનામાં આરોપીઓને પકડવા માટે એલસીબીની ટીમ કામ કરતી હોય છે તેવામાં ચોરીના આ ગુનામાં સંડોવાયેલા 4 શખ્સો સી.એન.જી. રીક્ષા નં. જીજે 36 યુ 7710 તથા બાઇક નં. જીજે 14 એએચ 4338 લઈને રવિરાજ ચોકડી પાસે હોવાની હક્કિત મળી હતી જેના આધારે એલસીબીની ટિમ ત્યાં પહોચી હતી અને સ્થળ ઉપરથી 4 શખ્સોને પકડીને પૂછપરછ કરતાં તેઓએ કારખાનામાં કોપર વાયરની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. જેથી આ ગુનામાં આરોપી રમેશભાઇ ઉર્ફે પોયો મનુભાઇ વાધેલા રહે. વાંકાનેર, હમીરભાઇ બહાદુરભાઇ વાધેલા રહે. ગઢડા, અજયભાઇ ઉર્ફે અજીત સુરાભાઇ વાધેલા રહે.ગઢડા અને રણજીતભાઇ ઉર્ફે કદમ ઉર્ફે રંજલો ધનજીભાઇ માથાસુરીયા રહે. વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી.

હાલમાં પકડાયેલા આરોપીઓ પાસેથી 68 કિલો કોપર તેમજ બાઇક, રિક્ષા અને મોબાઈલ મળીને 1.94 લાખનો મુદામાલ કબ્જે કરેલ હતો અને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. અને હાલમાં પકડાયેલા આરોપીઓમાંથી અજય વાધેલા સામે 10, હમીર વાધેલા સામે 11, રણજીત માથાસુરીયા સામે 1 અને રમેશ વાધેલા સામે 5 ગુના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. જેથી પોલીસે આરોપીઓને રિમાન્ડ ઉપર લઈને આગળની તપાસ હાથધરી છે અને બાકીના આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે




Latest News