માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

જોખમી બેદરકારીનો ચોંકાવનારો ખુલાસો: મોરબી જિલ્લાની ૬૧ સરકારી શાળાઓના ૧૪૭ વર્ગખંડો જોખમી


SHARE

















જોખમી બેદરકારીનો ચોંકાવનારો ખુલાસો: મોરબી જિલ્લાની ૬૧ સરકારી શાળાઓના ૧૪૭ વર્ગખંડો જોખમી

મોરબી જિલ્લા પંચાયતમાં મળેલી સામાન્ય સભામાં સદસ્યો દ્વારા કરવામાં આવેલ પ્રશ્નોત્તરીમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે જેમાં મોરબી જિલ્લાની સરકારી શાળાઓમાંથી ૬૧ શાળામાં ૧૪૭ જોખમી ઓરડા આવેલ છે જેને તોડીને નવા ઓરડા બનાવવા માટેની છેલ્લા ઘણા સમયથી રજૂઆતો અને દરખાસ્ત કરવામાં આવી રહી છે પરંતુ બાંધકામ વિભાગમાં અધિકારી અને સ્ટાફના અભાવના કારણે આ કામગીરી આગળ વધતી નથી જેથી કરીને આ મુદ્દાને લઇને સામાન્ય સભામાં વાતાવરણ તંગ બન્યું હતું જોકે શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા એક મહિનાની અંદર આ પ્રશ્નો ઉકેલવા માટે ખાતરી આપવામાં આવેલ છે જેથી મામલો થાળે પડયો હતો અને ત્યારબાદ સ્વભંડોળની ગ્રાન્ટમાંથી દરેક સભ્યોને પોતાના વિસ્તારમાં વિકાસ કામો કરવા માટે નિયત કરેલ ગ્રાન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરના અધ્યક્ષ સ્થાને મોરબી જીલ્લા પંચાયતમાં સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભ કૈલા તેમજ ચેરમેનો અને ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા અને આ તકે એક કલાક સુધી પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી જેમાં જિલ્લાની અંદર આવેલ સરકારી શાળાઓમાંથી ૬૧ સરકારી શાળાઓમાં આવેલ ૧૪૭ જોખમી ઓરડાને તોડી પાડીને નવા ઓરડા બનાવી આપવા માટે શાળા તરફથી તેમજ સભ્યો તરફથી વારંવાર રજૂઆતો કરવામાં આવે છે અને દરખાસ્ત પણ કરવામાં આવે છે તેમ છતાં પણ હજુ સુધી નવા ઓરડા બનાવવા માટેના કામને મંજુર કરવામાં આવ્યું નથી માટે જોખમી ઓરડાઓની અંદર વિદ્યાર્થીઓને ફરજિયાત બેસીને શિક્ષણ મેળવવું પડતું હોય છે તેવી ચોંકાવનારી માહિતી આપવામાં આવી હતી ત્યારે જિલ્લા પંચાયતની બાંધકામ શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રાએ સરકારી શાળાના ઓરડા બનાવવા માટેના કામની મંજૂરી એક મહિનાની અંદર આપવામાં આવશે તેવી પાણીદાર ખાતરી આપી છે

વધુમાં દ્વારા પૂછવામાં આવેલ અન્ય પ્રશ્નોમાં જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી આજ સુધીમાં મોરબી જિલ્લાના ૪૦ ગામોની અંદર નવા ગામ તળ મંજૂર કરવામાં આવ્યા છે અને ત્રીસ ગામની અંદર ગામ તળ મંજુર કરવા માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે અને જે ગામમાં નવા ગામ તળ મંજૂર કરવાની જરૂર હોય તેની જો દરખાસ્ત આવશે તો તાત્કાલિક આગળની કાર્યવાહી કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મોરબી જિલ્લાની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં મોરબી જિલ્લાની કુલ મળીને ૭૧ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ હતી અને આ ૭૧ ગ્રામ પંચાયતને સરકાર તરફથી જે પ્રોત્સાહક ગ્રાન્ટ જાહેર કરવામાં આવી છે તે વિકાસ કામો માટે થઈને ૩.૭૯ કરોડ રૂપિયાની રકમ દરેક ગ્રામ પંચાયતમાં તેને મળવા પાત્ર રકમ ફાળવી દેવામાં આવેલ છે

મોરબી જિલ્લા પંચાયતમાં વર્ષ ૨૦૧૭ માં નાની સિંચાઈ યોજનામાં કૌભાંડ સામે આવ્યું હતું જેથી કરીને ત્યારબાદ નાની સિંચાઈ યોજનાને લગતા કામો મોરબી જીલ્લામાં થયેલા નથી અને હાલમાં એક કરોડ જેટલી ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજનાને લગતા કામો થઇ શકતા નથી જેથી કરીને આ મુદ્દે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની રજૂઆત વિરોધ પક્ષ દ્વારા સામાન્ય સભામાં કરવામાં આવી હતી આટલું જ નહીં દર વર્ષે ચોમાસામાં પુર હોનારત દરમિયાન ઘણાં વિસ્તારો રોડ પર પાણી આવી જવાના કારણે વિખૂટા પડી જતા હોય છે જેથી કરીને આવા વિખૂટા પડતા ગામનું સમગ્ર જિલ્લાના લિસ્ટ બનાવીને ગામના લોકો ચોમાસા દરમિયાન પણ અવરજવર કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ રજૂઆત વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશ અને દુનિયાની અંદર કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લા પંચાયતની અંદર આરોગ્ય વિભાગમાં મોટાભાગના કર્મચારીઓ પ્રતિનિયુક્તિ ઉપર કામ કરે છે એટલે કે મોટાભાગની જગ્યાઓ ખાલી છે તેમ છતાં સરકારમાંથી ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવતી નથી જેથી કરીને પ્રતિનિયુક્તિમાં જુદી જુદી જગ્યા ઉપરથી અધિકારી અને કર્મચારીઓને ઉપાડીને કામગીરીનું ગાડું ગબડાવવામાં આવી રહયું છે આવા સંજોગોમાં મૂળ કામગીરી અટકી જાય છે જેથી કરીને પ્રતિનિયુક્તિ બંધ કરીને તેના બદલે અધિકારીને વધારાનો ચાર્જ આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી

સામાન્ય સભાની બેઠક મળે ત્યારે પહેલા મોરબી જીલ્લા પંચાયતની અંદર સ્વભંડોળની ગ્રાન્ટને લઈને ગણગણાટ શરૂ થયો હતો અને પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી સમિતિના અધ્યક્ષ દ્વારા વધુ ગ્રાન્ટ પોતાના મત વિસ્તારની અંદર લઈ જવામાં આવી હતી જેથી કરીને તેનો વિરોધ થાય તેવી શક્યતાઓ હતી જોકે સામાન્ય સભાની બેઠક શરૂ થાય તે પહેલાં ઘીના ઠામમાં ઘી પડી જતાં આ મુદ્દો શાંતિથી પસાર થઈ ગયો હતો અને દરેક વ્યક્તિને પોતાના મત વિસ્તારની અંદર વિકાસ કામ કરવા માટે થઈને સ્વભંડોળમાંથી ગ્રાન્ટ આપવાનું આયોજન કરવામાં આવેલ છે અને દરેક સભ્યને જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી હશે તેની માહિતી જિલ્લા પંચાયતના દરેક સભ્યોને મોકલવામાં આવશે તેવું જવાબદાર અધિકારીએ સભામાં જણાવ્યું હતું




Latest News