માળીયા(મિં.) પોલીસે હાઇવે ઉપરથી ૪૬૮ બોટલ દારૂ ભરેલ ક્રેટા કાર સાથે એકને દબોચ્યો, એકની શોધખોળ
મોરબીના ઉમિયાનગરમાં ઘર પાસે પાર્ક કરેલા બુલેટની ચોરી
SHARE









મોરબીના ઉમિયાનગરમાં ઘર પાસે પાર્ક કરેલા બુલેટની ચોરી
મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં શક્તિ ચેમ્બરની પાછળના ભાગમાં આવેલ ઉમિયાનગરમાં યુવાને પોતાનું બુલેટ પોતાના ઘર પાસે પાર્ક કરીને મૂક્યું હતું જે બુલેટની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ૪૦ હજાર રૂપિયાની કિંમતના બુલેટની ચોરી કરવામાં આવી હોવા અંગેની યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી શરૂ કરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શક્તિ ચેમ્બરની પાછળના ભાગમાં આવેલું ઉમિયાનગર શેરી નંબર-૧ માં રહેતા લલિતભાઈ નારણભાઈ રાઠોડ (ઉંમર ૩૩) એ પોતાનો ઘર પાસે બુલેટ નંબર જીજે ૩૬ એન ૫૦૨૫ પોતાના ઘર પાસે પાર્ક કરીને મૂક્યું હતું જે બુલેટને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી ભોગ બનેલા લલીતભાઈ રાઠોડ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેનું બુલેટ ચોરી થયા હોવા અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે માટે ૪૦ હજાર રૂપિયાની કિંમતનું બુલેટ ચોરી કરી ગયેલ શખ્સને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે
