મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

વાંકાનેરના વિઠલપર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE

















વાંકાનેરના વિઠલપર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાના વિઠલપર ગામે રહેતા યુવાનને અગાઉ થયેલ બોલાચાલી અને માથાકૂટનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા પાટુનો માર મરવામાં આવ્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાનો દ્વારા સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામે રહેતા પ્રવીણભાઈ મનજીભાઈ સારલા જાતે કોળી (ઉંમર ૨૮)એ હાલમાં કિશન ઉર્ફે ભૂરો મેરૂભાઈ વિજવાડિયા, રણજીત ભુપતભાઈ વિજવાડિયા અને ગણેશ રાયમલભાઈ વિજવાડિયા રહે. બધા વિઠ્ઠલપર ગામ વાળાની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓના કુટુંબની દીકરીને આરોપી કિશન ઉર્ફે ભુરાનો ભાઈ વિપુલ મેરૂભાઈ ભગાડી ગયેલ છે જે બાબતે બંને પરિવારો વચ્ચે અવારનવાર નાના-મોટી બોલાચાલી થતી હોય છે જેનું મનદુઃખ રાખીને આરોપીઓએ યુવાનને ગાળો આપી હતી અને ત્યારબાદ ઢીકાપાટુનો મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ કિશન ઉર્ફે ભુરાએ લાકડા વડે માર માર્યો હતો જેથી સારવાર લીધા બાદ પ્રવીણભાઈ સરલાએ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News