મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં જુદાજુદા બે બનાવોમાં બે યુવાનોનાં મોત


SHARE













મોરબીમાં જુદાજુદા બે બનાવોમાં બે યુવાનોનાં મોત

મોરબી અને ટંકારામાં બે જુદી જુદી જગ્યાઓએ કુદરતી કારણોસર બે મજૂરોનાં મોત નિપજયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ ઓડિશાનો અને હાલ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર નવા જાંબુડીયા ગામે આવેલા ઈગલ સિરામીક નામના યુનીટના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતાં તપનકુમાર દિવાકરરાવ રાવત નામના ૩૮ વર્ષીય યુવાનને હાર્ટ એટક આવતા બેભાન હાલતમાં તેને અહીંની સિવિલે ખસેડાયો હતો જ્યાં ફરજ ઉપરના તબીબે જોઇ તપાસીને તપનકુમાર રાવતને મૃત જાહેર કર્યો હતો.તપાસ અધિકારી એ.એલ.પરમાર તરફથી જાણવા મળ્યા મુજબ મૃતક ઓડીસાથી અહીં મજૂરી કામ કરવા આવ્યો હતો હાલ તેના મોતથી તેની પત્ની અને એક સંતાને છત્રછાયા ગુમાવી હતી.

જ્યારે ટંકારા તાલુકાના હીરાપર ગામે આવેલ લિવીટ પોલિપેક નામના યુનિટમાં રહીને મજૂરીકામ કરતા પરપ્રાંતિય યુવાનનું પણ ટૂંકી બીમારી સબબ મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.ટંકારા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે નરેશ શિવબરન (ઉંમર ૨૧) નામનો પરપ્રાંતીય મજૂર ટંકારા તાલુકાના હીરાપર ગામે આવેલી લિવીટ પોલિપેક નામના કારખાનામાં મજૂરી કામ કરતો હતો.દરમ્યાનમાં છેલ્લા બે દિવસથી તે બીમાર હતો અને તેને આગલા દિવસે ઊલ્ટી થઈ હતી બાદમાં તેને બેભાન હાલતમાં ટંકારની સિવિલ હોસ્પિટલે ખસેડાતા ત્યાં ફરજ પરના તબીબે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને બિમારી સબબ તેનું મોત નીપજ્યું હોવાનું હાલ ટંકારા પોલીસ મથકના આઇ.ટી.જામ તરફથી જાણવા મળેલ છે.

યુવતી સારવારમાં

મોરબીની રહેવાથી સુનિતાબેન નારણભાઈ ઝીંઝુવાડીયા નામની વીસ વર્ષીય યુવતી પોતાના પિતાની પાછળ બાઈકમાં બેસીને જતી હતી ત્યારે રસ્તામાં ત્રાજપર પાસે તેણી બાઇકમાંથી અકસ્માતે નીચે પડી જતાં સારવાર માટે અત્રેની મધુરમ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. બનાવ અંગે જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના જે.એમ.જાડેજાએ તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબીના નવલખી રોડ રણછોડનગરમાં રહેતા હરેશ ગીરીશભાઈ ગોસ્વામી નામના ૪૨ વર્ષીય યુવાને ગઈકાલે સાંજે છએક વાગ્યે તેના ઘેર ફિનાઇલના ટીકડા ખાઇ લેતાં તેને સારવાર માટે સિવિલે લવાયો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતાએ તપાસ કરતા ખૂલ્યું હતું કે હરેશભાઈ ગોસ્વામી ડ્રાઇવીંગનું કામકાજ કરે છે પણ છેલ્લા થોડા દિવસોથી કામકાજ મળતું ન હોય આર્થિક સંકડામણને લઈને તેણે ઉપરોકત પગલું ભર્યું હતું.

 




Latest News