હળવદના નવા ધનાળા પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: ગુનો નોંધાયો
હળવદમાં લવમેરેજ કરનારા યુવાનને યુવતીના ભાઈ સહિત બે શખ્સોએ ધોકાવડે માર માર્યો
SHARE









હળવદમાં લવમેરેજ કરનારા યુવાનને યુવતીના ભાઈ સહિત બે શખ્સોએ ધોકાવડે માર માર્યો
હળવદની ખારીવાડીમાં સતવારા સમાજની વાડી આવેલ છે ત્યાં યુવાન ઊભો હતો અને આ સતવારા યુવાને લવમેરેજ કરેલ છે ત્યારે યુવતીના ભાઈ સહિત બે શ્ખ્સોએ ત્યાં આવીને “તને હળવદમાં આવવાની ના પડી છે ને” તેવું કહીને બોલાચાલી કરી હતી ને ધોકાવડે માર માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદની ખારીવાડી નજીક હનુમાનાજીના મંદીર પાસે રામનગરમાં રહેતા આસારામભાઇ સોંડાભાઇ ચાવડા જાતે દલવાડી (ઉ.૩૦)એ પ્રભાતભાઇ ઉર્ફે ટેગો લક્ષ્મણભાઇ સુરેલા જાતે કોળી રહે. પંચમુખી ઢોરે હળવદ અને ભરતભાઇ ઘનશ્યામભાઇ સુરેલા જાતે કોળી રહે. પીરની દરગાહ પાસે ખારીવાડી હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેણે આરોપી પ્રભાતભાઇ ઉર્ફે ટેગો લક્ષ્મણભાઇ સુરેલાની બહેન સાથે લવમેરેજ કરેલ છે અને ફરિયાદી પોતના ભાઇના ઘરે રાંદલનો પ્રસંગ હોય જતાં હતા અને સતવારા સમાજની વાડીમા ગેટ પાસે ઉભેલ હતા ત્યારે લવમેરેજ બાબતનો ખાર રાખીને પ્રભાતભાઇ ઉર્ફે ટેગો અને ભરતભાઇ ઘનશ્યામભાઇ સુરેલા પોતાના હાથમા લાકડાના ધોકાઓ લઇને ત્યાં આવ્યા હતા અને બન્ને આરોપીઓએ તેને હળવદમા આવવાની ના નથી પાડી તેવુ કહી જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બન્ને પગમા ધોકા વડે માર માર્યો હતો અને ત્યાર બાદ સ્થળ પરથી નાશી ગયા હતા હાલમાં યુવાનની ફરિયાદ લઈને ઓપલિસે આઇપીસી કલમ-૩૨૩, ૩૨૫, ૧૧૪, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
