મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

વાંકાનેરના કાશીપર ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના પિતરાઇ ભાઈનું અપહરણ કરીને બે મહિલા સહિત 7 લોકોએ માર માર્યો


SHARE









વાંકાનેરના કાશીપર ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના પિતરાઇ ભાઈનું અપહરણ કરીને બે મહિલા સહિત 7 લોકોએ માર માર્યો

વાંકાનેરના કાશીપર ગામે રહેતા યુવાનના પિતરાઇ ભાઈએ તે જ ગામમાં રહેતી યુવતીને ભગાડીને તેની સાથે પ્રેમલગ્ન કરેલ છે જેથી યુવતીના પિતા સહિત કુલ સાત વ્યક્તિઓ દ્વારા યુવાનનું વાંકાનેર મામલતદાર કચેરી પાસેથી કારમાં અપહરણ કર્યું હતું અને ત્યાર બાદ તેને દીધલીયા ગામની સીમમાં લઈ જઈને ત્યાં યુવાનને કુહાડી, સળિયા, લાકડાના ધોકા અને પાઇપ વડે માર માર્યો હતો અને આ બાબતે પોલીસ ફરિયાદ કરીશ તો તારા પરિવારને જાનથી મારી નાખું તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા રૂપાભાઈ સુખાભાઈ ધોરીયા (32)એ વાંકાનેર સિટી પોલીસ કેશાભાઈ મનજીભાઈ લુંભાણી, વિપુલભાઈ કરસનભાઈ લુંભાણી, ગોપાલભાઈ કેશાભાઈ લુંભાણી, વિપુલભાઈના પત્ની, વાલજીભાઈ માવજીભાઈ લુંભાણી, હંસાબેન કેશાભાઈ લુંભાણી અને કરસનભાઈ લુંભાણી રહે. બધા કાશીપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના કાકાના દીકરા ભાવેશએ કેશાભાઈ લુંભાણીની દીકરીને ભગાડી જઈને તેની સાથે પ્રેમલગ્ન કરેલ છે અને તે બંનેને ફરિયાદી ક્યાંક સંતાડી રાખેલ છે તેવી આરોપીઓને શંકા હોય ફરિયાદી જ્યારે વાંકાનેર મામલતદાર કચેરી ખાતે હાજર હતો ત્યારે ત્યાં કેશાભાઈ, વિપુલભાઈ અને ગોપાલભાઈ ત્યાં આવ્યા હતા અને ફરિયાદીને બળજબરી પૂર્વક કારમાં બેસાડીને દીધલીયા ગામની સીમમાં લઈ ગયા હતા અને ત્યાં ફરિયાદીને કુહાડીનો ઊંધો ઘા માથાના ભાગે માર્યો હતો તેમજ સળિયા, લોખંડના પાઇપ અને ધોકા વડે બીજા આરોપીઓએ ફરિયાદીને શરીરે આડેધડ માર માર્યો હતો ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનને કાશીપર ગામે લઈ ગયા હતા અને ત્યાં તેને છોડી મૂક્યો હતો જોકે આ બાબતે કેસ કરશે તો તેના પરિવારને જાનથી મારી નાખશે તેવી ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News