મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીની યુવતી સાથે દુષ્કર્મ આચરીને ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપવાના ગુનામાં પકડાયેલ રાજકોટનો શખ્સ જેલ હવાલે


SHARE









મોરબીની યુવતી સાથે દુષ્કર્મ આચરીને ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપવાના ગુનામાં પકડાયેલ રાજકોટનો શખ્સ જેલ હવાલે

સોશયલ મીડિયાનો આડેધડ ઉપયોગ ઘણી વખત લોકોની મુશ્કેલીમાં વધારો કરે છે તેવામાં મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી ગંભીર બનાવ બનેલ છે જેમાં યુવતીનો સ્નેપચેટ એપ્લીકેશનથી સંપર્ક કરીને યુવાને તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં લગ્નની લાલચ આપીને યુવતીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તે યુવતીના ન્યુડ ફોટા પાડી લઈને તેને વાઇરલ કરવાની અને મારી નાખવાની ધમકી આપી હતી જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને આરોપીને જેલ હવાલે કરેલ છે.

વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયાના ઉપયોગના બદલે અતિરેક અને અજાણ્યા લોકોની સાથે સંર્પકના લીધે ઘણી વખત સમાજ માટે લાલબતી કહી શકાય તેવા બનાવ બની રહ્યા છે તેવામાં મોરબીમાં પણ સોશ્યલ મીડિયાથી અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવેલા શખ્સે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યાર બાદ યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતુ

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુવતીએ રાજકોટના રહેવાસી સોહીલખાન ફીરોજખાન પઠાણની સામે ફરિયાદ કરી હતી કે, આરોપીએ સ્નેપચેટ એપ્લીકેશનથી ફરિયાદીનો સંપર્ક કર્યો હતો ત્યાર બાદ તેની અપહરણ કરીને સોહિલખાણ તે યુવતીને પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું જે ગુનામાં આરોપી સોહીલખાન ફીરોજખાન પઠાણ રહે. જંગ્લેશ્વર તવકલ ચોક, શેરી નં. 28 રાજકોટ વાળાની ધરપકડ કરેલ હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

આ બનાવ સંદર્ભે ડીવાયએસપી જે.એમ.આલની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, 3 મહિના પહેલા સ્નેપચેટ એપ્લીકેશનથી આરોપી ફરિયાદીના સંપર્કમાં આવેલ હતો અને ત્યાર બાદ ફરિયાદીને મોરબી મળવા માટે પણ આરોપી આવતો હતો અને ફરીયાદીને લગ્નની લાલચ આપી હતી તેનું મોરબીમાં આયુષ હોસ્પિટલ પાસેથી ગત તા. 10/5 ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં અપહરણ કર્યું હતું અને ત્યાર બાદ ફરિયાદીને આરોપી તેના જ ઘરે લઈ ગયો હતો ત્યાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને ફરિયાદીના ન્યુડ ફોટા પાડી લઈને જો તું હવે મારા ઘરેથી કયાંય જઈશ તો હું તારા ફોટા વાઇરલ કરી દઇશ તેવી ઘમકી આપી હતી આટલુ જ નહીં આ બાબતની કોઇને જાણ કરીશ તો તને જીવતી નહી છોડુ તારુ ગળુ દબાવીને મારી નાખીશ તેમ ધમકી આપી હતી

આજના આધુનિક યુગમાં જો સોશ્યલ મીડિયાનો સમજી વિચારીને વિવકપૂર્ણ અને ખાસ કરીને પોતાના સગા સબંધી અને મિત્રો પૂરતો જ દરેક વ્યક્તિ દ્વારા ઉપયોગ કરવામાં આવે તો જ હાલમાં મોરબીમાં જે ઘટના બની છે આવી ઘટનાઓને બનતી અટકાવી શકાય તેમ છે પરંતુ જો આડેધડ સોશયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે અને ખાસ કરીને અજાણ્યા લોકો ઉપર આંધળો વિશ્વાસ મૂકવામાં આવે તો મોરબીમાં હાલમાં જેવો બનાવ યુવતી સાથે બનેલ છે તેવા બનાવ ગમે ત્યારે કોઈપણ વ્યક્તિ સાથે બની શકે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.




Latest News