મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાલીઓ થઇ જાવ તૈયાર : મોરબીમાં આગામી ૮ થી ૧૪ જાન્યુઆરી દરમિયાન સ્વસ્થ બાળક-બાલિકા સ્પર્ધા યોજાશે


SHARE









વાલીઓ થઇ જાવ તૈયાર : મોરબીમાં આગામી ૮ થી ૧૪ જાન્યુઆરી દરમિયાન સ્વસ્થ બાળક-બાલિકા સ્પર્ધા યોજાશે


મોબાઇલ એપ્લીકેશન દ્વારા રજિસ્ટ્રેશન કરી ભાગ લઇ શકાશે


પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૦૧૮ માં પોષણ અભિયાનનો શુભારંભ કરાવવામાં આવેલ જે અન્વયે “સ્વસ્થ બાળક-બાલિકા“ ની ઓળખ અને ઉજવણી સંદર્ભે મોરબીમાં આગામી સપ્તાહમાં “સ્વસ્થ બાળક-બાલિકા" સ્પર્ધા યોજવામાં આવનાર છે.જેના ભાગરૂપે વાલીઓ પોતાના બાળકોની આરોગ્ય અને પોષણની સ્થિતિ જાણી શકે છે.આ આરોગ્ય પોષણની સ્થિતિ જાણ્યા બાદ તેને સુધારવા માટે માતા-પિતા કે વાલીઓમાં સ્પર્ધાત્મક લાગણી ઉત્પન્ન થાય અને લોકોમાં જાગૃતિ આવે. તેવા હેતુ સાથે ૦ થી ૬ વર્ષના બાળકો માટે “સ્વસ્થ બાળક-બાલિકા સ્પર્ધા” મોરબીમાં તા.૮ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ સુધી યોજાશે.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “સ્વસ્થ બાળક બાલિકા સ્પર્ધા” સાથે મળી કુપોષણને નાબુદ કરવાની રાષ્ટ્રીવ્યાપી ઝુંબેશને સૌ સાથે મળી મોરબી જિલ્લાના ૦ થી ૬ વર્ષના તમામ બાળકોના જન્મ તારીખની નોંધ કરી વજન-ઉંચાઈની સ્થિતિ નજીકના આંગણવાડી કેન્દ્ર પર તા.૮-૧-૨૨ થી તા.૧૪-૧-૨૨ દરમિયાન અચૂક કરાવી લેવાની રહેશે.જો બાળકનું નામ આંગણવાડીમાં નોધાયેલ ન હોય તો પણ બાળકના વજન-ઉંચાઈની નોંધણી કરાવી શકાશે અને તે બાળકનું પોષણ સ્તર જાણી શકાશે.

વાલીઓ પોતાની રીતે સેલ્ફ મોડ દ્વારા ૨ વર્ષ થી ૬ વર્ષના બાળકોના વજન-ઊંચાઈની નોંધણી પોતાના મોબાઇલમાં પ્લે સ્ટોર દ્વારા Poshan Tracker એપ્લીકેશન ડાઉનલોડ કરી “Parent and Guadian” મેનુ પર રજીસ્ટ્રેશન કરી બાળકની જન્મ તારીખ દાખલ કરી વજન-ઉંચાઈની સ્થિતિ જાણી શકશે અને “સ્વસ્થ બાળક બાલિકા સ્પર્ધા” માં ભાગ લઇ શકશે.સ્પર્ધાના અંતે બાળકની પોષણ સ્થિતિને ધ્યાનમાં લઇને સરકાર દ્વારા ઈ-પ્રમાણપત્ર આપવામાં આવશે જે એપ્લીકેશન પરથી ડાઉનલોડ કરી શકાશે.બાળકની આરોગ્ય અને પોષણની સ્થિતિ જાણીએ અને ભારતને કુપોષણ મુક્ત બનાવવા સહભાગી બનવા મોરબીના જીલ્લા પ્રોગ્રામ ઓફિસરે યાદીમાં જણાવાયુ છે.




Latest News