મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી : રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધાના ફોર્મ ૨૧ જાન્યુઆરી સુધી ભરી શકાશે


SHARE









મોરબી : રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધાના ફોર્મ ૨૧ જાન્યુઆરી સુધી ભરી શકાશે


શ્રેષ્ઠ કર્મચારીઓ-સ્વરોજગાર દિવ્યાંગ વ્યક્તિ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતા અને દિવ્યાંગ વ્યક્તિઓ માટેના પ્લેસમેંન્ટ ઓફિસરને મળશે પારિતોષિક
 

રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ, સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેંન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં છે.

આ યોજના અંતર્ગત દિવ્યાંગ પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ, અધિકારીઓ, દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓ, નોકરીદાતાઓ, પ્લેસમેનટ ઓફિસરો અથવા સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓએ નિયત નમુનામાં ફોર્મ ભરીને, જરુરી આધારો સાથે, બે નકલમાં તા.૨૧-૧-૨૧  સુધીમાં  રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન રૂમ નંબર ૨૧૪, બીજો માળ, સો-ઓરડી વિસ્તાર, મોરબીને રૂબરૂ અથવા ટપાલથી મોકલવાની રહેશે. જરૂરી ફોર્મ વેબસાઇટ www.employment.gujarat.gov.in ઉપરથી પણ મેળવી શકાશે અથવા રોજગાર વિનિમય કચેરી મોરબી ખાતેથી તા.૨૧-૧૨-૨૧ સુધીમાં કામકાજના દિવસો દરમિયાન વિનામુલ્યે મળી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી બી.ડી.જોબનપુત્રાએ યાદીમાં જણાવેલ છે.




Latest News