મોરબીના સાહિત્યકાર પ્રકાશ કુબાવતની પરીરાણીના દેશમાં બાળવાર્તા સંગ્રહનું વિમોચન કરશે
હળવદના કોયબામાં શહિદ જવાન વનરાજસિંહ ઝાલાને શ્રદ્ધાસુમન અર્પણ કરવા શહીદ યાત્રા યોજાઇ
SHARE
હળવદના કોયબામાં શહિદ જવાન વનરાજસિંહ ઝાલાને શ્રદ્ધાસુમન અર્પણ કરવા શહીદ યાત્રા યોજાઇ
૧૯૭૧ ના ભારત પાકિસ્તાનના યુધ્ધમાં શહીદ થયેલા હળવદ તાલુકાના કોયબા ગામના શાહિદ જવાન વનરાજસિંહ હાલુભા ઝાલાને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે હળવદ તાલુકાનાં કોયબા ગામમાં શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ ગુજરાત પ્રદેશ અને સમસ્ત કોયબા ગામ દ્વારા ૧૯૭૧ ના ભારત પાકિસ્તાનના યુધ્ધમાં શહીદ થયેલા વનરાજસિંહ ઝાલાની શહાદતના ૫૦ વર્ષ પૂર્ણ થતા કોયબા ગામે શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા રાજ્યના મંત્રી કિર્તીસિંહ વાઘેલા, હળવદના ધારાસભ્ય પરષોતમ સાબરીયા, મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે સહિતના આગેવાનો તેમજ નિવૃત આર્મીમેનો હાજર રહ્યા હતા અને આ યાત્રા સમગ્ર ગામમાં ફરી હતી અને શહીદ વનરાજસિંહને આર્મીના ઓફિસરો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, શહીદ વનરાજસિંહ ઝાલા આ ગામમાં આજની તારીખે પણ સુરાપુરા તરીકે પૂજાય છે અને ત્યના લોકો તેમની માનતા માને છે અને લોકોના ધાર્યા કામો પણ થાય છે