વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના સાહિત્યકાર પ્રકાશ કુબાવતની પરીરાણીના દેશમાં બાળવાર્તા સંગ્રહનું વિમોચન કરશે


SHARE







મોરબીના સાહિત્યકાર પ્રકાશ કુબાવતની પરીરાણીના દેશમાં બાળવાર્તા સંગ્રહનું વિમોચન કરશે

મોરબીમાં સાહિત્યક્ષેત્રે ખેડાણ કરતા ઘણા બધા લેખકો છે અને અવારનવાર અનેક લેખકોના પુસ્તકો પ્રકાશિત થાય છે. હાલ ટી.વી.મોબાઈલ અને કમ્પ્યુટર યુગમાં બાળકોને પ્રિય એવી  બાળવાર્તા વિસરાતી જાય છે, બાળવાર્તા સાંભળવાથી બાળકોનું શ્રવણ કૌશલ્ય વિકસે છે, બાળક કલ્પનામાં વિહરે છે, ત્યારે બાળવાર્તાને જીવંત રાખવાના પ્રયત્નના ભાગરૂપે મોરબીના લેખક અને જીકિયારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક પ્રકાશ કુબાવતની કલમે લખાયેલ બાળવાર્તા સંગ્રહનો લોકાર્પણ કાર્યક્રમ તા.૧/૧/૨૨ ને રવિવારના રોજ બપોરે ૨;૩૦ કલાકે જીકિયારી ગામે પ્રખ્યાત સાહિત્યકારો નટવર ગોહિલ, યશવંત મહેતા,અવિનાશ પરીખ, ડો.ધર્મેન્દ્ર પટેલ, સ્નેહલ નિમાવત, જાગૃતિ રામાનુજ, ડો. સતીશ પટેલ, કાયમઅલી હજારી, ડો.પ્રવીણ નિમાવત, ડો.ભરત રામાનુજ વગેરેની હાજરીમાં યોજાશે અને પરીરાણીના દેશમાં પુસ્તકો લોકાર્પણ કરવામાં આવશે




Latest News