પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં હળવદના ઈશ્વરનગર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માટેલ રોડે પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત મોરબીના જેતપર ગામે વાવણી કરેલ કપાસનો પાક નબળો પડી જતાં યુવાને કર્યો આપઘાત વાંકાનેરના લુણસર ગામે નજીવી વાતમાં યુવાનને માથામાં લોખંડનું ધારીયું મારીને જાનથી મારી નાખવાની ધમકી હળવદના વેગડવાવ ગામે ખેતરના શેઢે નાખેલા થાંભલા કાઢવાની ના પાડતા ખેડૂત અને તેના દીકરા-ભત્રીજા ઉપર બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓનો હુમલો મોરબીના ગાળા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 2.92 લાખની મુદ્દામાલ સાથે ઝડપાયા: એક ફરાર
Breaking news
Morbi Today

મોરબીના યુવાને ૨૬ મી વખત રક્તદાન કરીને માનવતા મહેકાવી


SHARE







મોરબીના યુવાને ૨૬ મી વખત રક્તદાન કરીને માનવતા મહેકાવી

મોરબીના જીગરભાઈ અશ્વિનભાઈ સોલંકી છેલ્લા પાંચેક વર્ષથી નિયમીત રક્તદાન કરી રહ્યા છે.આજ દિન સુધીમાં તેઓએ કુલ ૨૬ વખત રક્તદાન કરીને જરૂરિયાતમંદ દર્દીઓના જીવ બચાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે.તેઓ દર ૩ મહિને નિયમિતપણે રક્તદાન કરીને સમાજને એક સંદેશ આપવા માંગે  છેકે 'રક્તદાન મહાદાન'.તેમનો ઉદ્દેશ માત્ર રક્તદાન કરવાનો જ નહીં, પરંતુ યુવાનોને પણ આ પુણ્યકાર્ય માટે પ્રેરિત કરવાનો છે.તેમનું કહેવું છે કે, "રક્તનો કોઈ વિકલ્પ નથી. આપણે આપેલું એક યુનિટ લોહી ૩ લોકોનો જીવ બચાવી શકે છે. ડરને બાજુએ મૂકીને બધાએ રક્તદાન કરવું જોઈએ. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ દ્રારા-મોરબી)






Latest News