મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના ગોલાસણ ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત


SHARE









હળવદના ગોલાસણ ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત

હળવદના ગોલાસણ ગામે કોઈપણ કારણોસર યુવતીએ પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદના ગોલાસણ ગામે રહેતા દિલીપભાઈ દાદુભાઇ મહેડુ (51)ની દીકરી હીનાબેન દિલીપભાઈ મહેડુ (29)એ કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને હીનાબેનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મૃતક યુવતીના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર.બી.ટાપરિયા ચલાવી રહ્યા છે.

મારા મારીના બનાવમાં ઇજા

મોરબીના મકનસર ગામ પાસે પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ કેશવજીભાઈ પરમાર (31) નામના યુવાનને લીલાપર કેનાલ નજીક મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે  હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે જ્યારે મોરબી નજીકના આંદરણા ગામે રહેતા મનસુખભાઈ તેજાભાઈ પરમાર (55) નામના આધેડને મારામારીના બનાવમાં ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરી હતી




Latest News