મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના રાજપર (કું) ગામે વાડીના કૂવામાં પડી જવાથી માનસિક બીમાર યુવાનનું મોત


SHARE









મોરબીના રાજપર (કું) ગામે વાડીના કૂવામાં પડી જવાથી માનસિક બીમાર યુવાનનું મોત

મોરબી તાલુકાના રાજપર (કું) ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતો યુવાન માનસિક બીમારીના લીધે પોતાના ઘરેથી ખેતરમાં ભાગવા લાગ્યો હતો દરમિયાન ત્યાં વાડીમાં આવેલ કુવામાં પડી જવાના કારણે પાણીમાં ડૂબી જવાથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં રાજપર (કું) ગામે રહેતા અનિલભાઈ રમેશભાઈ કામોળ (27) નામના યુવાનને માનસિક બીમારી હોય તે ગઈકાલે બપોરે પોણા બારેક વાગ્યાના અરસામાં ઘરેથી ખેતરમાં ભાગવા લાગ્યો હતો દરમિયાન અરવિંદભાઈ મેંદપરાની વાડીએ આવેલ કુવામાં કોઈ કારણોસર પડી ગયો હતો જેથી કુવાના પાણીમાં ડૂબી જવાના કારણે અનિલભાઈ રમેશભાઈ કામોળનું મોત નીપજ્યું હતું.ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મનોજભાઈ ધોરીયાણી (40) રહે.રાજપર કુંતાસી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા સતિષભાઈ દુર્લભજીભાઈ સુવારીયા (44) નામનો યુવાન જનકપુરી પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને માથામાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરી હતી.
 

યુવાનને માર માર્યો
મોરબીમાં આવેલ જવાહર સોસાયટીમાં રહેતા મહેશભાઈ દેવજીભાઈ વણોલ (28) નામના યુવાનને અજાણ્યા માણસે માર માર્યો હતો જેથી ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News