મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી શાકભાજી લેવા નીકળેલા 8 વર્ષના બાળકનું અપહરણ


SHARE









મોરબીમાં ઘરેથી શાકભાજી લેવા નીકળેલા 8 વર્ષના બાળકનું અપહરણ

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે રહેતી મહિલાએ તેના આઠ વર્ષના બાળકને શાકભાજી લેવા માટે તેને મોકલ્યો હતો અને ત્યારબાદ તે ઘરે પરત નહીં આવતા આ બાળકનું અપહરણ થયું હોવા અંગેની હાલમાં બાળકની બહેને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બાળકને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીમાં માળિયા ફાટક ચોકડી પાસે કાંતિનગરમાં રમેશભાઈની ઓરડીમાં રહેતા ડોલીબેન રવિભાઈ જાટવ (18)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓનો આઠ વર્ષનો ભાઈ સત્યા તેઓની સાથે રહે છે અને તેને ગત તા. 8/6 ના સાંજના 4:30 વાગ્યાના અરસામાં ઘરેથી શાકભાજી લેવા માટે થઈને મોકલ્યો હતો ત્યારબાદ તે ઘરે પરત નહીં આવતા ક્યાંક જતો રહ્યો છે અથવા તો કોઈએ તેનો અપહરણ કર્યું છે જેથી અપ્રહુત બાળકની બહેને હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધીને ગુમ થયેલા બાળકને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે.

બાળકીને માર માર્યો

મોરબીમાં પડાપુલની નીચેના ભાગમાં રહેતી માનસીબેન રાજુભાઈ (13) નામની બાળકીને કોઈ અજાણ્યા શખ્સે મોરબીના જુના બસ સ્ટેશન પાસે માર માર્યો હતો જેથી તેને ઈજા થઈ હોય બાળકીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરી હતી

ઝેરી દવા પીધી

થાન તાલુકાના મંડાસર ગામના રહેવાસી કલ્પેશ ગીધાભાઈ ડાભી નામના વ્યક્તિએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News