મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વર્ષ ૨૦૨૬-૨૭ અન્વયે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ‘આઇ-ખેડૂત’ પોર્ટલ પર ૧૪ જૂન સુધી ઓનલાઇન અરજી કરી શકાશે


SHARE









વર્ષ ૨૦૨૬-૨૭ અન્વયે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ‘આઇ-ખેડૂત’ પોર્ટલ પર ૧૪ જૂન સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

પોર્ટલ પર મોબાઇલ નંબર દ્વારા ઓનલાઇન નોંધણી કરાવવી ફરજિયાત; અરજીઓની સમયમર્યાદા બાદ ડ્રો પદ્ધતિથી તૈયાર કરાશે અગ્રતા યાદી

મોરબી જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ કલ્યાણકારી સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે અને આસાનીથી મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા www.ikhedut.gujarat.gov.in પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. જે અન્વયે વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓના નિદર્શન ઘટકમાં સહાયનો લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતો માટે આઇ-ખેડૂત પોર્ટલ તા. ૧૪/૦૬/૨૦૨૬ સુધી ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

આ સહાયનો લાભ લેવા માટે ખેડૂતોએ પોર્ટલ પર જઈને ઓનલાઇન નોંધણી (રજીસ્ટ્રેશન) કરાવવી ફરજિયાત છે, જેના માટે અરજદારે પોતાનો સક્રિય મોબાઇલ નંબર દર્શાવવાનો રહેશે. સફળતાપૂર્વક નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ખેડૂતો ઓનલાઇન અરજી સબમિટ કરી શકશે. પોર્ટલ પર નિયત સમયમર્યાદામાં અરજીઓ મેળવ્યા બાદ, તમામ માન્ય અરજીઓનો જિલ્લા તથા તાલુકા કક્ષાએથી પારદર્શક રીતે કોમ્પ્યુટર રાઈઝ્ડ ‘ડ્રો’ કરવામાં આવશે. આ ડ્રો ના આધારે એક સત્તાવાર અગ્રતા યાદી (મેરિટ લિસ્ટ) તૈયાર કરાશે અને નિયત લક્ષ્યાંકની મર્યાદામાં પાત્રતા ધરાવતા ખેડૂત ખાતેદારોને વહીવટી પૂર્વ-મંજૂરી આપવામાં આવશે. મોરબી જિલ્લાના તમામ રસ ધરાવતા ખેડૂત મિત્રોને સમયમર્યાદામાં આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી લેવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News