મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના મકનસર નજીક મચ્છુ ડેમમાં ન્હાવા ગયેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત: મોરબીમાં દુકાને બેઠેલા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત  


SHARE









મોરબીના મકનસર નજીક મચ્છુ ડેમમાં ન્હાવા ગયેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત: મોરબીમાં દુકાને બેઠેલા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત  

મોરબી નજીકના મકનસર ગામ પાસે આવેલ મચ્છુ ડેમના પાણીમાં યુવાન  ન્હાવા માટે થઈને પડ્યો હતો અને ત્યારે કોઈ કારણોસર અકસ્માતે યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જ્યારે મોરબીના સનાળા રોડ પર આવેલ દુકાને વૃદ્ધ બેઠા હતા ત્યારે તેઓને હાર્ટ એટેક આવી જવાના કારણે તેનું મોત નીપજયું હતું અને આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેતો કેતનભાઇ રઘુભાઈ જોગડીયા (18) નામનો યુવાન ગઈકાલે બપોરે 2:30 વાગ્યાના અરસામાં મોરબીના મકનસર ગામ પાસે આવેલ મચ્છુ ડેમમાં ભરેલા પાણીમાં ન્હાવા માટે ગયો હતો દરમિયાન ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તે યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે મોરબીના રવાપર ગામ નજીક ફ્લોરા 158 માં બ્લોક નંબર એ 601 ક્રિષ્ના સ્કૂલ વાળી શેરી ખાતે રહેતા પ્રાણજીવનભાઈ રાઘવજીભાઈ બરાસરા (65) નામના વૃદ્ધ સનાળા રોડ ઉપર આવેલ મહાદેવ નમકીન છોટાલાલ પેટ્રોલ પંપની સામેના ભાગમાં દુકાને બેઠા હતા દરમિયાન તેને હાર્ટ એટેક આવવાના કારણે તાત્કાલિક તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News