મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં વહેલી સવારે ઘાસ વહેંચવા ઉભેલા વૃદ્ધને હડફેટ લઈ મોત નીપજાવનાર બોલેરો ચાલકની શોધખોળ


SHARE









મોરબીમાં વહેલી સવારે ઘાસ વહેંચવા ઉભેલા વૃદ્ધને હડફેટ લઈ મોત નીપજાવનાર બોલેરો ચાલકની શોધખોળ

મોરબી-કંડલા બાયપાસ ધુતારી નજીક નેકસસ સિનેમાની સામેના ભાગે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં કોળી વૃદ્ધ રોડની સાઈડમાં લીલું નીરણ (ઘાસ) વહેંચવા માટે ઉભા હતા ત્યારે સફેદ કલરની બોલેરોના ચાલકે તેમને હડફેટ લેતા ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા હોય મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.અને ત્યાં તેમનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજેલ છે.હાલ મૃતકના ભત્રીજાએ ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત કરીને ભાગી છૂટેલા બોલેરો ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ જેઠાભાઈ અગેચાણીયા કોળી (૩૩) રહે.કંડલા બાયપાસ ધુતારીની પાસે એ સફેદ કલરની બોલેરો કાર નંબર જીજે ૩૬ વી ૮૫૬૨ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના મોટા બાપુ મરણ જનાર પ્રભુભાઈ મૂળજીભાઈ અગેચાણીયા (ઉમર ૭૪) રહે.ધુતારી પાસે નેક્સસ સિનેમા સામે મોરબી-કંડલા બાયપાસ વાળા રોડની સાઈડમાં ઊભા રહીને લીલું નીરણ (ઘાસ) વહેંચતા હતા.ત્યારે તેમને ઉપરોક્ત નંબરની બોલેરોના ચાલકે હડફેટે લીધા હતા.જેથી પ્રભુભાઈ અગેચાણીયાને મોઢાના ભાગે, દાઢીના ભાગે તથા કોણી અને પંજાના ભાગે ઇજાઓ થઇ હતી.તેમજ ડાબા પગના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ થઈ હોય તેમને અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને અત્રે પ્રાથમીક સારવાર બાદ વધુ સારવાર માટે પ્રભુભાઇને રાજકોટ ખસેડાયા હતા.જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.હાલ મહેશભાઈ અગેચાણિયાની ફરિયાદ ઉપરથી સફેદ કલરની બોલેરોના ચાલકની સામે ફરિયાદ નોંધીને તેને પકડવા માટે બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ વી.એલ.વાઘેલા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મારામારીમાં ઇજા

મોરબીના રવાપર ગામે રહેતા દીપકભાઈ દેવજીભાઈ વીરપરિયા નામના ૪૩ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતાં અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેને રાજકોટ હાઇવે મીતાણાના ઓવર બ્રિજ પાસે ઝઘડો થયા બાદ મારામારીમાં ઈજા થઈ હોય તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે હળવદ તાલુકાના સુરવદર ગામે પરેશભાઈ આહીરની વાડીએ સીમ વિસ્તારમાં કામ દરમિયાન સાપ કરડી જતા રેખાબેન મૈસૂરભાઈ સિંગ નામની ૨૦ વર્ષીય મહિલાને જેતપર પીએસસી બાદ વધુ સારવાર માટે અહીંની સિવિલએ લાવવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર રહેતો વિપુલ ધીરૂભાઈ અઘારા નામનો ૩૫ વર્ષનો યુવાન વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા પાસેથી પસાર થતો હતો ત્યારે ત્યાં ઓવરબ્રિજ નજીક તેનું બાઈક સ્લીપ થતા ઇજા પામ્યો હોય અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર નજીક આવેલ પોલીસ હેડ ક્વાર્ટર પાસે રીક્ષા પલ્ટી મારી જવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં રાણાભાઇ વિશાભાઈ ગોહિલ (૫૦) રહે.રણછોડનગર મોરબીને ઇજાઓ પહોંચી હોય તેમને પણ અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના રાજપર ગામ પાસે રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં મોઢાના ભાગે ઈજા પામેલ સંજયભાઈ જીતેનભાઈ નાયક (૨૬) રહે.થાન ને ઈજા થયેલ હોય અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જેથી બનાવ અંગે નોંધ કરીને તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી.




Latest News