મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના જુના માલણીયા ગામે શેરીમાં પાણી ઢોળવા બાબતે સમજાવવા ગયેલા વૃદ્ધને બે સગા ભાઈઓને માર માર્યો


SHARE









હળવદના જુના માલણીયા ગામે શેરીમાં પાણી ઢોળવા બાબતે સમજાવવા ગયેલા વૃદ્ધને બે સગા ભાઈઓને માર માર્યો

હળવદના જુના માલણીયા ગામે રહેતા વૃદ્ધે શેરીમાં પાણી ઢોળતા બે સગા ભાઈઓને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો ત્યારે સામેવાળા શખ્સોએ ઉશ્કેરાઈ જઈને વૃદ્ધને મોઢાના ભાગે લોખંડનો સણાથો માર્યો હતો તેમજ વૃદ્ધની ઉપર બેસી જઈને તેને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી આટલું જ નહીં બીજી વખત સમજાવવા આવશો તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી જેથી ઇજા પામેલ વૃદ્ધે સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના જુના માલણીયા ગામે રહેતા જેરામભાઈ રેવાભાઇ ગુંડારીયા (60) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માનસિંગભાઈ નાનુભાઈ ઉઘરેજા અને સવજીભાઈ નાનુભાઈ ઉઘરેજા રહે. બંને જુના માલણીયા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે,  ફરિયાદી તથા સાહેદ હરેશભાઈ બંને આરોપીઓને શેરીમાં પાણી ન ઢોળવા બાબતે સમજાવતા હતા ત્યારે માનસિંગભાઈએ તેના હાથમાં રહેલ લોખંડનો સણાથો ફરિયાદીને માથામાં મારીને ઇજા કરી હતી અને સવજીભાઈએ ફરિયાદી ઉપર બેસી જઈને તેને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી  હતી અને બંને આરોપીઓએ ગાળો આપી હતી અને ફરી વખત સમજાવવા આવશો તો જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News