મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ


SHARE







મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ-ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિત પરિવારોના સામાજિક ઉત્થાન અને સુખાકારી માટે ‘ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ કલ્યાણકારી યોજના હેઠળ પાત્રતા ધરાવતા અરજદારોને પોતાના રહેણાંકના પાકા મકાનો બનાવવા માટે વ્યક્તિગત ધોરણે કુલ રૂ. ૧,૭૦,૦૦૦/- (એક લાખ સિત્તેર હજાર) ની આર્થિક સહાય ચાર સરખા હપ્તામાં નિયમનુસાર ચૂકવવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, સફાઈ કામદારોના સર્વાંગી હિતને ધ્યાને રાખીને આ યોજનામાં કોઈ પણ પ્રકારની આવક મર્યાદા રાખવામાં આવી નથી.

મોરબી જિલ્લાના તમામ સફાઈ કામદારો અને તેમના આશ્રિતો આ યોજનાનો મહત્તમ લાભ લઈને  પાકા ઘરનું સપનું સાકાર કરી શકે તે માટે ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવીછે. યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા અરજદારોએ સરકારશ્રીના સત્તાવાર https://eSamajkalyan.gujarat.gov.in (ઈ-સમાજ કલ્યાણ) પોર્ટલ પર જઈને નિયત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી સબમિટ કરવાની રહેશે.આ યોજના અંગેની પાત્રતા, જરૂરી દસ્તાવેજો અથવા અન્ય કોઈ પણ પ્રકારની વિગતવાર માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે અરજદારોએ ‘જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, જિલ્લા સેવા સદન, સો ઓરડી, ઓફિસ નં. ૪૬-૪૭, મોરબી’ ખાતે રૂબરૂ સંપર્ક સાધવાનો રહેશે, તેમ મોરબી જિલ્લા નાયબ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.






Latest News