મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત ખાતે પોશ એક્ટ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE









મોરબી જિલ્લા પંચાયત ખાતે પોશ એક્ટ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો

કમિશનર, મહિલા અને બાળ વિકાસની કચેરી-ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-મોરબી દ્વારા જિલ્લા પંચાયત ખાતે એક વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે યોજાયેલા આ સેમિનારમાં કામકાજના સ્થળે થતી સ્ત્રીઓની જાતીય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-૨૦૧૩ પોશ એકટ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ અને એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા ઉપસ્થિત રહ્યા હતા.તેમણે કાયદાકીય જોગવાઈઓ, મહિલા સુરક્ષા અને કચેરીઓમાં સુરક્ષિત વાતાવરણ ઊભું કરવા અંગે કર્મચારીઓને વિસ્તૃત અને મનનીય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ સેમિનારમાં મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.




Latest News